Wednesday, February 18, 2026
HomeGujaratAhmedabadપ્રેમ પણ હવે ધર્મ જોઈને કરવો પડશે, દાણીલીમડામાં બની આવી ઘટના

પ્રેમ પણ હવે ધર્મ જોઈને કરવો પડશે, દાણીલીમડામાં બની આવી ઘટના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) દાણીલીમડા વિસ્તારમાં એક મુસ્લિમ યુવતીને (Muslim Girl) હિન્દુ યુવક (Hindu Youth) સાથે લઈને ફરતા વિવાદ સર્જાયો હતો. આ સમ્રગ ઘટનાને લઈ મુસ્લિમ સમાજના લોકોએ યુવક યુવતીને અટકાવી અભદ્ર ગાળો ભાંડી હતી. તેમજ આ સમ્રગ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ (Video Viral) પણ કર્યો હતો. આ સમ્રગ ઘટના દાણીલીમડાના પોલીસના (Danilimda Police) ધ્યાને આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ વિડીયોમાં અપશબ્દો બોલી માર મારતા ત્રણ જેટલા વ્યક્તિઓની પણ ધરપકડ કરી હતી. તેમજ આ પ્રકારની ઘટનાથી વિસ્તારમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે પોલીસે લોકોને પણ સમજાવ્યા હતા.

બનાવની વિગત મુજબ, ફરિયાદી સુનિલ નાયડું પોતાના પરિવાર સાથે બહેરામપુરાના મેલડી માતા મંદિર પાસે રહી નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 26 ઓગસ્ટે બપોરે 2 વાગ્યાની આસાપાસ ફરિયાદી અને તેની સાથે રહેલી યુવતી સ્કૂટર પર રિવરફ્રન્ટ પરથી પોતના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ દાણીલીમડા ચિરાગ હાયર સેકન્ડરી સ્કૂલ પાસે પહોંચતા રિવરફ્રન્ટથી ત્રણ જેટલા વ્યક્તિઓ તેનો પીછો કરી રહ્યા હતા. દાણીલીમડા પાસે પહોંચતા જ ત્રણેય લોકોએ ફરિયાદીનું વાહન અટકાવ્યું હતું. ત્યારે ફરિયાદીનું નામ પૂછતા તે હિન્દુ હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ ત્રણેય વ્યક્તિઓ ખૂબ જ ઉશ્કેરાયા હતા અને યુવતીને ગાળો આપી બોલાવા લાગ્યા કે, ‘તુ કીસ કી છોકરી હે તેરે બાપ કો બુલાતે હે.’ જેના પગલે આસાપાસના લોકોનો પણ જમાવડો થઈ ગયો હતો. આરોપીઓ આ છોકરીનો વિડીયો ઉતારો તેવું પોકારવા લાગ્યા હતા. જોકે છોકરીએ પોતાનું મોઢું હિજાબથી છુપાવા જતા આરોપીઓએ તેનો હિજાબ પણ ખેંચાવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ આરોપીઓ તેની સાથે રહેલા છોકરાને કહ્યુ કે, ‘તું હિન્દુ હો કર હમારી મુસ્લિમ છોકરી ઘુમાતા હૈ’ તેવુ કહી ઉગ્ર બની ગયા હતા.

- Advertisement -

આ સમ્રગ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જ્યાં આરોપીઓ છોકરા અને છોકરીને અભદ્ર ગાળો ભાંડી રહ્યા છે અને હાથપાઈ પણ કરતા નજરે પડી રહ્યા છે. તેમજ ફરિયાદીએ આક્ષેપ કર્યા છે કે, તેના પાસે રહેલો ફોન પણ આરોપીઓએ ઝૂંટવી લીધો હતો. કોમી વૈયમનસ્ય ફેલાય તેવી રીતે લોકોને ઉશ્કેરાવાનો પ્રયાસ કર્યો હતો. જે સમ્રગ મામલે દાણીલીમડા પોલીસે પીડિતની ફરિયાદના અધારે અકબરખાન પઠાણ, ફૈઝાન શેખ અને હુસેન સૈયદ નામના આરોપીઓ સામે 392, 394, 323 અને 153A અંતગર્ત ગુનો નોંધી ગણતરીના દિવસોમાં આરોપીઓની ધરપકડ કરી હતી.

આ પ્રકારની ઘટના સામે આવતા વિસ્તારમાં કોઈ શાંતિ સુલેહનો ભંગ ન થાય તે માટે દાણીલીમડા પોલીસ દ્વારા હિન્દુ-મુસ્લિમ બંને સમુદાયને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે , થોડાક સમય અગાઉ જુહાપુરા વિસ્તારમાંથી એક આવી જ ઘટના સામે આવી હતી. જ્યાં એક મુસ્લિમ યુવતી સાથે એક હિન્દુ યુવક મળતા ત્યાં હાજર મુસ્લિમ સુમદાયાના લોકો દ્વારા આ બાબતને લઈ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ યુવતીનો વિડીયો ઉતારી સોશિયલ મિડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular