Tuesday, April 28, 2026
HomeGujaratમોડાસા: મેઘરજ રોડની સોસાયટીઓમાં PNG પાઈપલાઈનમાં ગેસના પ્રેસરની સમસ્યાથી ગૃહિણીઓ ત્રાહિમામ, કંપની...

મોડાસા: મેઘરજ રોડની સોસાયટીઓમાં PNG પાઈપલાઈનમાં ગેસના પ્રેસરની સમસ્યાથી ગૃહિણીઓ ત્રાહિમામ, કંપની બહેરી બની

- Advertisement -

નવજીવન ન્યૂઝ.મોડાસાઃ અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં સાબરમતી ગેસ એજન્સી દ્વારા પાઈપલાઈન મારફતે અનેક વિસ્તારોમાં રોંધણ ગેસ પુરો પાડવામાં આવી રહ્યો છે. ગેસ એજન્સીએ ગ્રાહકો પાસેથી કનેક્શન પેટે લાખ્ખો રૂપિયા ડીપોઝીટ ઉઘરાવ્યા પછી સર્વિસ આપવામાં નિષ્ફ્ળ રહી હોય તેવું ગ્રાહકો અહેસાસ અનુભવી રહ્યા છે. મેઘરજ બાયપાસ રોડ નજીક આવેલી ગુરુકુલ સોસાયટી સહિત આજુબાજુના રહેણાંક વિસ્તારમાં ગેસનું પ્રેસર ઓછું આવતું હોવાની બૂમો ઉઠી રહી છે. જાગૃત નાગરિકો કસ્ટમર કેર અને કંપનીની ઓફિસમાં રજૂઆત કરે તો એકબીજાને ખો આપતા ગ્રાહકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.



મોડાસા શહેરની ગુરુકુલ સોસાયટી સહિત આજુબાજુની સોસાયટીમાં ગેસ પાઈપલાઈનમાં સવારે અને સાંજે પ્રેસર ઓછું આવતા અને છાસવારે ગેસ પુરવઠો ખોરવાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સવારે ૮ થી ૯ અને સાંજે ૭ થી ૮ કલાકે ગેસનું પ્રેસર ઓછું આવતા ગૃહિણીઓને ચા-નાસ્તો અને રસોઈ બનાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગેસ પ્રેસર ઓછું હોવાથી પરિવારના બાળકોને શાળામમાં અને સભ્યોને નોકરી કે ધંધા રોજગારના સ્થળે પણ સમયસર પહોંચી શકતા નથી મોડાસાની ગુરુકુલ સોસાયટીમાં રહેતા રહીશોએ મૌખીક અને સોસાયટીના લેટરપેડ પર લેખિત રજૂઆત કરી હોવા છતાં સાબરમતી ગેસ એજન્સીના જવાબદાર અધિકારીઓનું પેટનું પાણી હલતું ન હોવાથી ગેસ પાઈપલાઈન સુવિધા પુરી પાડવાના બદલે દુવિધા પેદા કરી રહ્યું હોવાનું સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું.

ગુરુકુલ સોસાયટીમાં રહેતા જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર ગેસ પાઈપલાઈનમાં સવાર અને સાંજે પ્રેસર ઓછું આવવાની સાથે ગેસનો પુરવઠો ખોરવાઈ જતો હોવાથી કંપનીની ઓફિસમાં અને કસ્ટમર કેરમાં અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થતી નથી ઓફિસ અને કસ્ટમર કેરમાંથી એકબીજાને ખો આપી રહ્યા છે અને જવાબદારી માંથી છાકટવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનું આક્રોશ પૂર્વક જણાવ્યું હતું.



ગુરુકુલ વિસ્તારની ગૃહિણીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય સમયથી ગેસમાં ઓછા પ્રેશરની સમસ્યા છે. ખાસ કરીને સવારના અને સાંજના સમયે ખૂબ તકલીફ પડે છે. અવારનવાર ગેસ પુરવઠો ખોરવાતા નાણા ખર્ચી જમવા માટે ટિફિનની વ્યવસ્થા ઉભી કરવી પડે છે. જે મધ્યમ વર્ગને પોષાય તેમ નથી કંપનીમાં રજૂઆત કરવા છતાં દેખાતા નથી.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular