નવજીવન ન્યૂઝ.ચોટીલાઃ અમદાવાદ જિલ્લાના ધંધુકાના યુવાન કિશન બોળીયા દ્વારા સોશિયલ મીડિયામાં કરાયેલી વિવાદિત પોસ્ટ મુદ્દે કેટલાક યુવાન દ્વારા તેની હત્યા કરવામાં આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. પોલીસ દ્વારા ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવી રહી છે અને 2 આરોપીઓને પકડી પડવામાં આવ્યા છે. આ કેસમાં કટ્ટરપંથી સંગઠનોની સંડોવણી હોવાને પગલે યુએપીએ (Unlawful Activities (Prevention) Act) દાખલ કરી કેસ એટીએસ (Anti-Terrorism Squad)ને સોંપવામાં આવ્યો છે. આ તરફ આ ઘટનાના પડઘા ચોટીલામાં પણ પડ્યા હતા અહીં વેપારીઓએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ સાથે અડધો દિવસનો સ્વયંભૂ બંધ પાળ્યો હતો.

આ હત્યાના આરોપીઓને જેને જેને સહકાર આપ્યો તેમજ જેને આ હત્યા કરવા પ્રેર્યા તે તમામ લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે અને હત્યાના મુખ્ય આરોપી વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે તેમજ જલ્દી જ ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે ચોટીલાની અલગ અલગ હિન્દૂ સંસ્થાઓ માલધારી સેના, સૂર્ય સેના, કરણી સેના, આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન, હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન તેમજ આર.એસ.એસ. દ્વારા આણંદપુર રોડથી નવી મામલતદાર કચેરી સુધી બાઇક રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવકો જોડાયા હતા. આ રેલીમાં જોડાયેલા યુવાનોએ પ્રાંત કચેરી ખાતે પહોંચીને પ્રાંત અધિકારી આર. બી. અંગારીને આવેદન પત્ર પાઠવ્યું હતું અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ પોતાનું સમર્થન આપી હત્યાના વિરોધમાં અપાયેલા સ્વંમભૂ બંધમાં જાડાઈને સવારે ૧૧ વાગ્યા સુધી પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શવ્યો હતો.
(અહેવાલ સાભાર: મોહસીનખાન પઠાણ, ચોટીલા)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












