નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ધંધૂકામાં કિશન ભરવાડ Kishan Bharwad murder case નામના યુવકની હત્યાના કેસમાં હથિયાર આપનાર રાજકોટના અજીમ સમાનો ભાઈ મોરબીથી Morbi ઝડપાયો છે. મોરબી બી ડિવિઝન પોલીસે અજીમ સમાના ભાઈ વસીમ ઉર્ફે બચા સમાની અટકાયત કરી લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો છે. આ કેસમાં યુએપીએ (Unlawful Activities (Prevention) Act) દાખલ કરવામાં આવ્યો છે તથા આ કેસ એટીએસ (Anti-Terrorism Squad) તપાસનો ધમધમાટ ચલાવી રહી છે. કારણ કે આ ઘટનામાં અન્ય કટ્ટરપંથી સંગઠનોનો શામેલ હોવાની વિગતો મળી રહી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વસીમ ઉર્ફે બચાને મોરબીથી અમદાવાદ લઈ આવશે અને તેની પુછપરછ હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે કિશન ભરવાડ નામના ધંધૂકાનો યુવક ઘર પાસેથી જઈ રહ્યો હતો ત્યારે બે શખ્સોએ તેના પર ફાયરિંગ કર્યું હતું. એક મિસ ફાયર થયું જ્યારે બીજી ગોળી વાગતા કિશનનો જીવ ગયો હતો. આ ઘટનામાં માલધારી સમાજ રોષે ભરાયો હતો અને ઘણા સંગઠનો દ્વારા આરોપીઓ સામે કડક પગલા લેવાની માગ કરાઈ હતી. પોલીસે આ કેસમાં તાત્કાલીક કાર્યવાહી હાથ ધરીને આરોપીઓને ઝડપવા અને પરિવારને શાંત્વના આપવા સુધી કામગીરી કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












