Friday, April 17, 2026
HomeGeneralમોડાસા: એક તરફી પ્રેમમાં સનકી પ્રેમીએ સગીરા તાબે નહીં થતા એસિડ એટેકની...

મોડાસા: એક તરફી પ્રેમમાં સનકી પ્રેમીએ સગીરા તાબે નહીં થતા એસિડ એટેકની ધમકી આપી, ફફડી ગયેલી દીકરીએ કરી પોલીસ ફરિયાદ

- Advertisement -

નવજીવન. મોડાસાઃ મોડાસા શહેરના લઘુમતી વિસ્તારમાં એક સનકી યુવકે સગીરાનો સતત ૬ મહિના સુધી પીછો કરી પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી ધમકી આપવા છતાં સગીરા યુવકને તાબે નહીં થતા જાણે યુવકના માથે પ્રેમનો નશો સવાર થયો હોય તેમ સગીરાને ફોન પર બીજા યુવક સાથે કેમ સંબંધ કરેલ છે તેમ કહી એસિડ એટેકની ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકીથી ફફડી ઉઠેલી સગીરાએ પરિવારજનોને જાણ કરતા આખરે પરિવારજનોએ સગીરાને હિંમત આપતા એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમી સામે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.



- Advertisement -

મોડાસા શહેરની રહનુમા સોસાયટીમાં રહેતા જીદાન હનીફભાઈ પટેલ નામનો યુવક સુકાબજારમાં ભાગોળ વિસ્તારમાં રહેતી એક સગીરાને એક તરફી પ્રેમ કરવા લાગ્યો હતો યુવક સગીરાને પામવા માટે છેલ્લા કેટલાક મહિનાથી પીછો કરી રસ્તામાં રોકી હેરાન પરેશાન કરવાનું ચાલુ કર્યું હતું અને રસ્તામાં રોકી તું મારી સાથે સંબંધ કર અન્ય યુવક સાથે કેમ સબંધ કર્યો છે તેમ કહી એસિડ એટેક કરી સગીરાને જિંદગી બરબાદ કરી નાખવાની ધમકી આપ્યા પછી પણ સનકી પ્રેમીએ સગીરાને ફોનમાં જાન થી મારી નાખવાની ધમકી આપતા સગીરા એક તરફી પ્રેમમાં પાગલ યુવકના ત્રાસથી તંગ આવી જતા સગીરાએ પરિવારજનોને જાણ કરતા આખરે સગીરાએ પ્રેમી પાગલ સામે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી.

મોડાસા ટાઉન પોલીસે સગીરાની ફરિયાદના આધારે જીદાન હનીફભાઇ પટેલ સામે કલમ-૩૫૪(ડી),૫૦૪,૫૦૬,૫૦૭(૨) તથા પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular