વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ.રાજપીપળા):
નર્મદા જિલ્લાના વરખડ ગામની સીમમાંથી 25-30 વર્ષની અજાણી મહિલાનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા આમલેથા પોલીસે તપાસ હાથ ધરી છે. જયેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલના (રહે- વરખડ, માતાવાળુ ફળીયુ) ખેતરની બાજુની ખાડીમાંથી 27 ફેબ્રુઆરીએ સવારે 11.30 વાગે આશરે 25-30 વર્ષની ઉંમરની સ્ત્રીની લાશ રેતીમાં દટાયેલી હાલતમાં મળી આવી હતી. એના મોઢા પરની ચામડી ઉખડી ગઈ હોવાથી એની ચોક્કસ ઓળખ થઈ શકી ન્હોતી. ડીકમ્પોઝ હાલતમાં મળી આવેલી લાશ મામલે આમલેથા પોલીસે તપાસ હાથ ધરી હતી.
યુવતીની હત્યા કેમ થઈ, કોણે કરી એ બાબતની તપાસ નર્મદા જિલ્લા એલ.સી.બીને સોંપાઈ હતી. તપાસમાં મૃતક યુવતી વરખડ ગામના મનહર મંગા વસાવાની પુત્રી કાજલ વસાવા હોવાનું બહાર આવ્યું હતું. નર્મદા એલ.સી.બી અને અમલેથા પોલીસની અલગ અલગ ટીમોએ આ મામલે તપાસ હાથ ધર્યા છતાં આ હત્યા પાછળ કોઈ ચોક્કસ કારણ જણાયું ન હતું. દરમિયાન પોલીસ ટીમોએ આસપાસના લોકોની સાથે મૃતક યુવતીની માતા નયના તથા ભાઈ રાહુલની યુક્તિ ઉલટ તપાસથી પુછતાછ કરતા આ હત્યા એમણે જ હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. એમણે ગુનો કબૂલાત જણાવ્યું હતું કે બનાવના દિવસે બન્નેવનો પુત્રી કાજલ સાથે ઝઘડો થયો હતો, એ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અંતે બન્નેવે મળી પુત્રી કાજલનું ગળું દબાવી હત્યા કરી હતી અને પુત્રીની લાશને વરખડ ગામના જ સંજય હર્ષદ પટેલ સાથે મળી નજીકના ખેતરની સીમમાં દાટી દીધી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક કાજલ થોડી ગુસ્સા વાળા સ્વભાવની હતી. આ બનાવને દિવસે એની માતા અને ભાઈ લગ્નમાં ગયા હતા. લગ્ન પતાવી જ્યારે ઘરે આવ્યા ત્યારે કાજલ એના ભાઈ રાહુલને ઘરની બહાર કાઢી મુકવા જીદે ચઢી હતી. આ જ ઝઘડો કાજલની મોતનું કારણ બન્યો હતો.
![]() |
![]() |
![]() |











