Saturday, June 3, 2023
HomeGujaratVadodaraધારાસભ્ય કેયુર રોકડીયાનું મેયર પદેથી રાજીનામું, ભાજપની એક પદની પોલીસી કારણભૂત

ધારાસભ્ય કેયુર રોકડીયાનું મેયર પદેથી રાજીનામું, ભાજપની એક પદની પોલીસી કારણભૂત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ Vadodara News : ગઈકાલે રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતા શાહે (Rajkot MLA Dharshita Shah) ડેપ્યુટી મેયર પદથી રાજીનામું આપ્યુ હતું. જોકે આ રાજીનામા બાદ વડોદરાના મેયરનું (Vadodara Mayor)પણ રાજીનામું આવવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે આજે વડોદરાના મેયર કેયુર રોકડિયા પણ રાજીનામાની (Vadodara mayor Keyur Rokadia resigns) જાહેરાત કરી હતી. તેમણે 15 ફેબ્રુઆરીના રોજ રાજીનામું સેક્રેટરીને સોંપ્યું હતું અને આજે તેની જાહેરાત કરી હતી. જોકે રાજીનામા પાછળનું કારણ ભાજપ પક્ષમાં એક વ્યક્તિને એક હોદ્દાનો અમલ કરાતો હોવાનું સામે આવ્યું છે.

Vadodara Mayor Keyur Rokadia resigns letter
Vadodara Mayor Keyur Rokadia resigns letter

વડોદરાના મેયર બન્યા બાદ કેયુર રોકડિયા સયાજીગંજ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમણે જીત મેળવી હતી. અઢી વર્ષના મેયર તરીકેના કાર્યકાળમાં 7 મહિનાનો સમયગાળો બાકી રહ્યો હતો. બીજીબાજુ રાજકોટના ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ પણ રાજકોટ પશ્ચિમ પરથી વિધાનસભાની ચૂંટણી લડીને જીત્યા હતા. ધારાસભ્ય બન્યા બાદ ગઈકાલે તેમણે ડેપ્યુટી મેયર પદે રાજીનામું આપ્યું હતું. જ્યારે આજે વડોદરાના મેયરે રાજીનામું આપ્યું છે.

- Advertisement -

વડોદરાના મેયરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, મારી જોડે સયાજીગંજ બેઠકના ધારાસભ્યની અને શહેરના મેયરની જવાબદારી છે આગામી 23 ફેબ્રુઆરીથી વિધાનસભાસત્ર શરૂ થવા જઈ રહ્યું છે. જેથી સવા મહિના ગાંધીનગર રોકાણ કરવું પડશે. જ્યારે વડોદરાના નાગરિકોના અનેક પ્રશ્નો, વિકાસની વાતો અનેક નિર્ણયો મેયરપદેથી કરવાના હોય છે. ત્યારે પાર્ટીનો વિચાર “એક વ્યક્તિ એક જવાબદારી”ને માન્ય રાખીને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સમક્ષ મેયર પદેથી રાજીનામા અંગેનો પ્રશ્ન 13 તારીખે લખ્યો હતો. જેના 14 તારીખે જવાબ મળ્યો હતો અને 15 તારીખે મારુ રાજીનામું સભા સેક્રેટરીને સુપ્રત કર્યુ હતુ.

TAG: Vadodara MLA Keyur Rokadia resigns from the mayor post

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular