Friday, April 17, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં હથિયારનું વેચાણ કરતી ટોળકી ઝડપાઇ, ક્રાઇમ બ્રાંચે ત્રણને દબોચ્યા

અમદાવાદમાં હથિયારનું વેચાણ કરતી ટોળકી ઝડપાઇ, ક્રાઇમ બ્રાંચે ત્રણને દબોચ્યા

- Advertisement -

વજીનવ ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) છેલ્લા ઘણા સમયથી બંદૂકની અણીએ કરવામાં આવતી લૂંટની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ ગેરકાયદેસર બંદુકો અમદાવાદમાં આવે છે ક્યાંથી? તો એનો જવાબ છે કેટલાક વ્યક્તિઓ અન્ય રાજ્યોમાંથી ગેરકાયદેસર બંદુકો લાવીને અમદાવાદમાં આરોપીઓને વેચાણ (Arms trafficking) કરે છે. આવા જ ત્રણ આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે (Ahmedabad Crime Branch) ઝડપી પડ્યા છે અને એક મુખ્ય આરોપી ઉત્તરપ્રદેશમાં છે તેમણે પકડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ પોલીસે આરોપીઓ પાસેથી 1 દેશી તમંચો અને 8 પિસ્તોલ જપ્ત કરી છે.

આ પકડાયેલા આરોપીઓ સંદર્ભે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન PI એમ. એમ. સોલંકી અને PSI વી. આર. ગોહિલે જણાવ્યું હતું કે, “અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા કોન્સટેબલ રવિરાજસિંહ અને નાગરાજને બાતમી મળી હતી કે, આરીફખાન પઠાણ પાસે ભારતીય બનાવટની પિસ્તોલ સતાડેલી છે. તેથી તેની ઘરપકડ કરી પુછતાછ કરતાં માહીતી મળી કે, આ હથિયાર તેને રફીક અહેમદે શેખે રાખવા માટે આપ્યું હતું, બાદમાં પોલીસે રફીક અહેમદની ધરપકડ કરી સમ્રગ પ્રકરણની કડક હાથે પુછપરછ કરતાં તેની પાસેથી 4 હથિયાર જપ્ત કરી આ સામાન અસલમખાન પઠાણે આપ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની પાસેથી 4 હથિયાર જપ્ત કરી આ મુખ્ય આરોપીની તપાસ કરતાં અમદવાદમાં આવેલા હથિયારનો ભેદ ઉકેલતાં અસલમને આ હથિયાર તેના સાળા દિલદાર અંસારીએ ઉતરપ્રદેશથી 2 વર્ષ અગાઉ વેપાર કરવા આપ્યા હતા. પરતું હજી સુધી તે વેચાયા ન હોવાથી મટન ગલીના ટી.સી.માં સંતાડેલા હતા. સમ્રગ ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી 3 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપીને ટુંક સમયમાં પકડી લેવામાં આવશે.”

- Advertisement -

હાલ પોલીસે આરિફખાન પઠાણ, રફીક અહેમદ અને અસલમ અંસારીની ધરપકડ કરી છે. તેમાંથી આરિફખાન પઠાણને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે, જ્યારે એક આરોપી દિલદાર અંસારી ઉત્તરપ્રદેશમાં છે. હાલ તેને પકડવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular