Monday, February 17, 2025
HomeGujaratખેડા સિરપ કાંડમાં 48 કલાકે નોંધાઈ ફરિયાદ, સમગ્ર ગુજરાતમાં તપાસનો ધમધમાટ

ખેડા સિરપ કાંડમાં 48 કલાકે નોંધાઈ ફરિયાદ, સમગ્ર ગુજરાતમાં તપાસનો ધમધમાટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નડિયાદ: Kheda News: ખેડાના નડિયાદમાં સિરપકાંડ (Nadiad Syrup Tragedy) બાદ થયેલા 6ના મૃત્યુનો મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ મામલે તપાસ માટે ખેડા જિલ્લા પોલીસ (Kheda Police) દ્વારા SITની રચના કરવામાં આવી છે, જેમાં ચાર અધિકારીઓનો સમાવેશ કરાયો છે. જેમાં નડિયાદ ડિવિઝનના DySP SITના અધ્યક્ષ અને SOG તથા નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના PI અને મહેમદાવાદના PSIનો સમાવેશ કરાયો છે. તો બીજી તરફ આ સિરપ કાંડ અંગે જિલ્લા કોંગ્રેસે પોલીસને આડેહાથ લીધી છે. જવાબદારો સામે પગલાં લેવા જિલ્લા કોંગ્રેસ લીગલ સેલ દ્વારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરાઈ છે. જેમાં જણાવ્યું છે કે, બનાવનો લાંબો સમય વિતવા છતા પણ આ પ્રકરણમાં હજુ સુધી પોલીસ દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવી નથી અને માત્ર ત્રણ વ્યક્તિની ધરપકડ કરી પોલીસ ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. બીજુબાજુ કિશોર સોઢા જે ભાજપમાં નડિયાદ તાલુકાના સંગઠનમાં કોષાધ્યક્ષ હતો, તેને પાર્ટીએ સસ્પેન્ડ કર્યો છે.

ખેડા સિરપકાંડના 48 કલાક બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નડિયાદ રુરલ PI ડી. એન. ચુડાસમા આ ફરિયાદમાં ફરિયાદી બન્યા છે. સિરપ કાંડમાં નડિયાદનાં 1, વડોદરાનાં 2 અને બિલોદરાનાં 2 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. કરિયાણાનાં વેપારી કિશનના ભાઈ કિશોર સોઢા અને ઈશ્વર સોઢા, વડોદરાથી જથ્થો પૂરો પાડનાર નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હાલ પાંચમાંથી કિશોર, ઈશ્વર અને યોગેશની પહેલેથી જ અટકાયત કરી હતી. ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે ભાવેશ સેવકાણી અને નીતિન કોટવાણીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -

ખેડા સિરપકાંડના અસરગ્રસ્ત બે વ્યક્તિને અમદાવાદ સિવલ હોસ્પિટલમાં લાવવવામાં આવ્યા છે. સાથે જ ખેડાના મૃતકોના પોસ્ટમોર્ટમ ન કરવા બદલ 2 હોસ્પિટલને નોટિસ પણ આપવામાં આવી છે. ખેડા સિરપકાંડ બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા નશાકારક સિરપ વેચતા લોકોની ધરપકડ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા પોલીસ દ્વારા સમગ્ર જીલ્લામાં સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા મહેસાણામાં 210થી વધુ જગ્યાએ આર્યુવેદિક સિરપ વેચતા લોકોને ત્યાં રેડ કરી હતી. પોલીસે કુલ 2633 બોટલનો શંકાસ્પદ સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો.

આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં પણ નશીલી સિરપનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. જેમાં SOG અને LCBએ રેડ કરી 15 હજાર જેટલી બોટલ જપ્ત કરી હતી. પોલીસે 21 લાખથી વધુની કિંમતનો સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો. બનાસકાંઠા જીલ્લામાં થરાદમાં શંકાસ્પદ સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો. થરાદ પોલીસે 3 પાર્લરમાં દરોડા પાડી સિરપની 79 બોટલ જપ્ત કરી હતી. પોલીસે 11 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પાટણ જીલ્લામાં SOGએ સમી તાલુકાનાં અનવરપુરા ગામમાં રેડ કરી 7 લાખની સિરપની 5300 બોટલો કબ્જે કરી હતી.

આ જ પ્રકારે અમદાવાદ, બોટાદ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, દ્વારકા, મહેસાણા, મોરબી, ગઢડા અને બનાસકાંઠામાં કાર્યવાહી કરીને નસાકારક સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ખેડાનો સિરપકાંડ બહાર આવતા જ રાજ્યની પોલીસ હવે આ સિરપ શોધવાના કામમાં લાગી ગઈ છે. પરંતું અગાઉ જ્યારે મીડિયા લખી લખીને થાકી ગઈ હતી કે, રાજ્યમાં આ પ્રકારે સિરપના નામે નશાનો કારોબાર થઈ રહ્યો છે. ત્યારે પોલીસ શું કરી રહી હતી તે પણ મોટો સવાલ છે. ખેર પુર આવે ત્યારે પાળ બાધવા જેવી પરિસ્થિત હાલ તો સર્જાઈ છે. જોવાનું રહ્યું કે સિરપના નામે ચાલતો આ નશાનો કારબોર રોકવામાં પોલીસને કેટલી સફળતા મળે છે અને જે પ્રકારે હાલ કાર્યવાહી કરીને સિરપનો જથ્થો પકડવામાં આવી રહ્યો છે. આવી કાર્યવાહી કેટલા દિવસ સુધી ચાલશે તે જોવુ રહ્યું.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular