Thursday, April 16, 2026
HomeGujaratસાયલેન્સર ચોરી કરીને ભાગતા ફરતા બે આરોપીઓને કડી પોલીસે દબોચ્યા

સાયલેન્સર ચોરી કરીને ભાગતા ફરતા બે આરોપીઓને કડી પોલીસે દબોચ્યા

- Advertisement -

તોફીક ઘાંચી (નવજીવન ન્યૂઝ. કડી): Mehsana News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઇકો ગાડીના (Eeco Car) સાયલેન્સર ચોરી (Silencer theft) કરવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પ્રકારે ચોરી કરતાં ચોરો ચોક્કસ પ્રકારે ઇકો ગાડીને ટાર્ગેટ કરીને સાયલેન્સર ચોરી કરે છે. આ પ્રકારે સાયલેન્સર ચોરી કરતાં આરોપીઓ છેલ્લા ઘણા સમયથી બેફામ બન્યા છે અને પોલીસનો ડર રાખ્યા વગર ઇકો ગાડીના સાયલેન્સર ચોરી કરી રહ્યા છે. ત્યારે આવી જ એક સાયલેન્સર ચોરીની ઘટનામાં કડી પોલીસે (Kadi Police) બે આરોપીઓની ધરપકડ કરી છે.

મળતી માહીતી મુજબ, થોડા સમય અગાઉ ઊંઝા પોલીસ સ્ટેશનમાં સાયલેન્સર ચોરીની ઘટના બની હતી. ત્યાર બાદ ગાડી માલિકે પોલીસ સ્ટેશન ખાતે પોતાની ગાડીમાં રહેલા સાયલેન્સરની ચોરી અંગેની ફરિયાદ ઊંઝા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ફરિયાદ દાખલ થતા જ પોલીસે આરોપીને પકડવામા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તેમ છતાં આરોપી પોલીસ પકડથી દૂર હતા.

- Advertisement -

બાદમાં સાયલેન્સર ચોરીના આ આરોપીએ કડી પોલીસ સ્ટેશન હદમાં ફરી રહ્યાની ચોક્કસ માહીતી પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જોગેન્દર ગેહલોત અને કોન્સ્ટેબલ સંદીપસિંહને મળી હતી. આ બાતમીની ખરાઈ કરી કડી પોલીસે ભાગતા ફરતા બે આરોપી દિલાવર બલોચ અને સમીરશા દીવાનની ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular