નવજીવન ન્યૂઝ. જામનગરઃ Jamnagar News: સોશિયલ મીડિયામાં ફેમસ થવાની લાલચમાં કેટલાક લોકો પોતાનો અન્ય લોકોનો જીવ જોખમમાં મુકીને વિડીયો બનાવતા હોય છે. ત્યાર બાદ આ વિડીયોને સોશિયલ મીડિયામાં મુકતા હોય છે. જોકે આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ દ્વારા પણ આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે જામનગરમાં (Jamnagar) તાજેતરમાં રસ્તાની વચ્ચોવચ ગરબા રમતા કેટલાક લોકોનો વિડીયો વાયરલ (Garba Video Viral) થયો હતો. જોકે વિડીયો વાયરલ થતાં જામનગર પોલીસ (Jamnagar Police) દ્વારા ગરબા રસીકોની શાન ઠેકાણે લાવી દીધી હતી અને ગરબા ક્લાસીસના (Garba Classes) સંચાલકો સામે કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, જામનગરના બેડી બંદર રોડ પર કેટલાક યુવક-યુવતીઓ રસ્તાની વચ્ચોવચ ગરબાની રમઝટ બોલાવી રહ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતાં વિવાદ સર્જાયો હતો. આ રસ્તા પર ભારે વાહનોની વધારે અવર-જવર હોય છે. તેવામાં રસ્તો રોકીને યુવક-યુવતીઓ ગરબે જુમ્યા હતા. વિડીયો વાયરલ થતાં કેટલાક લોકોએ તેમની સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી, સાથે જ અમદાવાદમાં સર્જાયેલા અકસ્માતમાંથી બોધપાઠ લેવાની પણ ટીપ્પણી કરી હતી.
જામનગરમાં રસ્તો રોકીને યુવક-યુવતી ગરબા રમતા હોવાનો વિડીયો વાયરલ થતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આ વિડીયો અંગે તપાસ કરતાં રાસરસીયા ગરબા ક્લાસીસના સભ્યો દ્વારા આ વિડીયો બનાવ્યો હોવોનું સામે આવ્યું હતું. જેને લઈને રાસરસીયા ગરબા ક્લાસીસના સંચાલકો સામે કાદેસરની કાર્યવાહી કરીને બે લોકોની ધરપકડ કરી છે. આ રસ્તા પર ગંભીર અકસ્માત થવાની શક્યતા હોવા છતાં પણ રોડ સેફ્ટીના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








