Monday, April 20, 2026
HomeGujaratAhmedabad2 થી વધારે બાળકો નહીંનો નિયમ લાવવા સંસદમાં મનસુખ વસાવાની રજૂઆત

2 થી વધારે બાળકો નહીંનો નિયમ લાવવા સંસદમાં મનસુખ વસાવાની રજૂઆત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: સંસદના બજેટ સત્ર દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ (Mansukh Vasava) વસ્તી વધારોનો મુદ્દો ઉઠાવ્યો હતો. લોકસભામાં રજૂઆત કરતા સાંસદ મનસુખ વસાવાએ તમામ જાતિઓ માટે એક સરખો નીયમ બનાવી વસ્તી વધારાને નિયંત્રણમાં રાખવાની વાત કરી હતી. જેમાં તેમણે તમામ જાતિઓને 2 બાળકોથી વધુ બાળકો નહીં કરવાનો કડક નિયમ બનાવવા માગણી કરી છે.

લોકસભામાં બજેટ સત્ર દરમિયાન ગુજરાતના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વસ્તી વધારાને નિયંત્રણમાં લાવવાની વાત કરી હતી. જેમાં તેમણે તમામ જાતિઓ માટે એક સરખો નિયમ બનાવવાની વાત કરતા કહ્યું કે, તમામ જાતિ માટે બે બાળકોથી વધારે બાળકો નહીં તેવો કડક નિયમ બનાવવાની માગણી કરી હતી. સાથે જ તેમણે દેશમાં વસ્તી વધારાને કારણે સામાજિક, આર્થિક અને પ્રાકૃતિક દૃષ્ટિએ અસંતુલનની સંભાવના વ્યકત કરી હતી. ઉપરાંત તેમણે બેરોજગારી અને મોંઘવારી જેવી સમસ્યાઓને પણ વસ્તી વધારાનું પરિણામ બતાવ્યું હતું.

- Advertisement -

સાંસદ મનસુખ વસાવાએ કલમ 370ની જેમ દેશની તમામ જાતિઓ પર સમાન નિયમ લાવવાની વાત કરી હતી. સાથે જ જનસંખ્યા નિયંત્રણ માટે દેશમાં કાયાદકિય પ્રાવધાન લાવવા માટે પણ મનસુખ વસાવાએ ઉગ્ર રજૂઆત કરી હતી.

આ પણ વાંચો: સાંસદ મનસુખ વસાવાનો દાવોઃ 1 લાખથી પણ વધુ આદિવાસી પ્રમાણપત્રો ખોટા, ધંધા રોજગાર માટે થઈ રહ્યા છે ઉપયોગ

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular