Saturday, August 8, 2026
HomeGujaratGandhinagarમાણસાઃ દારૂના કેસમાં આરોપીને નહીં મારવા અને જામીન આપવા પોલીસકર્મીએ તોડ કર્યો

માણસાઃ દારૂના કેસમાં આરોપીને નહીં મારવા અને જામીન આપવા પોલીસકર્મીએ તોડ કર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Mansa ACB Trap: ગુજરાતમાં આરોપીને સવલત આપવાના નામે પોલીસકર્મી દ્વારા તોડપાણી કરવામાં આવતો હોવાના અનેક કિસ્સા અગાઉ પ્રકાશમાં આવી ચૂક્યા છે. જેમાં પોલીસકર્મીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. આ પ્રકારની અનેક વાર ઘટનાઓ સામે આવતી હોવા છતાં પણ ખીસ્સું ગરમ કરવાના ચક્કરમાં પોલીસકર્મી આરોપીઓને સવલત આપતા હોય છે. ત્યારે આજે ગાંધીનગરના (Gandhinagar) માણસામાં (Mansa) પણ આ પ્રકારની ઘટના સામે આવી છે. જ્યાં ASIએ દારૂના કેસમાં (Liquor Case) આરોપીને માર નહીં મારવા અને જામીન આપવા માટે લાંચની (Bribe) માગણી કરી હતી. જોકે આરોપીએ પોલીસકર્મીને કાયદાનું ભાન કરવાતા પોલીસકર્મી ACBની ચપેટમાં આવી ગયો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ગાંધીનગરના માણસામાં રહેતા ફરિયાદના કાકા પર માણસા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુનો દાખલ થયો હતો. જે ગુનામાં આરોપીને હાજર કરીને આરોપીને માર નહીં મારવા અને જામીન પર છોડવા માટે માણસા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્કવોર્ડમાં ફરજ બજાવતા ASI મુકેશસિંહ વાઘેલાએ રૂપિયા 60 હજારની માગણી કરી હતી. જેથી પોલીસકર્મીને કાયદાનું ભાન કરવા માટે ફરિયાદીએ સમગ્ર બાબત અંગે ACBને જાણ કરીને ફરિયાદ આપી હતી.

- Advertisement -

ફરિયાદીની ફરિયાદના આધારે ACBના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઈન્સપેક્ટર એચ. બી. ચાવડા દ્વારા માણસાના જકાત નાકાથી વાવ દરવાજા તરફ જવાના રોડ ઉપર લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન AIS મુકેશસિંહ વાઘેલા ફરિયાદી સાથે વાતચિત કરીને લાંચની રકમ સ્થળ પર સ્વિકારતા ACBએ ઝડપી પાડ્યા હતા. ACBએ ASI મુકેશસિંહ વાઘેલાને ડિટેઈન કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. માણસામાં પોલીસકર્મી ACBની ચપેટમાં આવી જવાની વાત વહેતી થતાં પોલીસબેડામાં ખળભળાટ મચ્યો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular