નવજીવન ન્યૂઝ. મણિપુર: manipur violence: મણિપુરમાં હિંસાને (Manipur Clash) જોતા સરકારે આદેશ જારી કર્યો છે કે ઉપદ્રવીઓને જોતાં જ ગોળી મારી દો (shoot at sight order). આ સાથે, આદિવાસીઓ અને બહુમતી મીતેઈ સમુદાય વચ્ચે વ્યાપક રમખાણોને રોકવા માટે આર્મી અને આસામ રાઈફલ્સની (assam rifles) 55 કંપનીઓને પણ મણિપુરમાં તૈનાત કરી દેવામાં આવી છે.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, સ્થિતિને જોતા સેનાની 14 બટાલિયનને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. કેન્દ્ર, જે મણિપુરની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે, તેણે ઉત્તરપૂર્વીય રાજ્યના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવા માટે રેપિડ એક્શન ફોર્સ (RAF) ઉપરાંત રમખાણોને નિયંત્રિત કરવા માટે એક વિશેષ દળની ટીમો પણ મોકલી છે.
આરએએફ એ સીઆરપીએફની વિશેષ શાખા છે જે કાયદો અને વ્યવસ્થા સંબંધિત પરિસ્થિતિ સાથે કામ કરે છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “આ 500 જવાનોને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે.” હાલમાં CRPFની ઘણી કંપનીઓ મણિપુરમાં શહેરની આસપાસના વિસ્તારમાં તૈનાત છે. જ્યારે આસામ રાઈફલ્સ અને ભારતીય સેના સૌથી વધુ હિંસક પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત છે. એક વરિષ્ઠ અધિકારી કહે છે કે, “સ્થિતિ સારી નથી અને તેથી જ રાજ્યપાલે ગોળી મારવાના આદેશ આપ્યા છે.”
મણિપુરની વસ્તીમાં 53% હિસ્સો ધરાવતા ગેર આદિવાસી મીતેઇ સમુદાય દ્વારા બુધવારે અનુસુચિત જનજાતિનો દરજ્જો મેળવવાની માગના વિરોધમાં ચુરાચંદપુર જિલ્લાના તોરબંગ વિસ્તારમાં ‘ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર’ દ્વારા ‘આદિજાતિ એકતા માર્ચ’ બોલાવવામાં આવી હતી. તે દરમિયાન મણિપુરમાં બુધવારે હિંસા ફાટી નીકળી હતી.
મણિપુર હાઈકોર્ટે ગયા મહિને રાજ્ય સરકારને મીતેઈ સમુદાય દ્વારા ST દરજ્જાની માગણી પર ચાર અઠવાડિયાની અંદર કેન્દ્રને ભલામણ મોકલવા કહ્યું, તે પછી આ કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ચુરાચંદપુર જિલ્લાના તોરબંગ વિસ્તારમાં કૂચ દરમિયાન સશસ્ત્ર માણસોના ટોળા દ્વારા મીતેઈ સમુદાયના સભ્યો પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે જવાબી હુમલાઓ થયા હતા, જેના કારણે રાજ્યભરમાં હિંસા થઈ હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








