નવજીવન ન્યૂઝ. મણિપુર: Manipur Violence: મણિપુરમાં છેલ્લા કેટલાક સમયથી બે સમુદાયો વચ્ચે સંઘર્ષની સ્થિતિના કારણે રમખાણો ચાલી રહ્યા છે. થોડા દિવસ શાંતિપૂર્ણ સ્થિતિ રહે છે અને થોડા દિવસમાં પાછી હિંસા ફાટી નીકળે છે. ત્યારે આજે ફરી ખમેનલોક વિસ્તારમાં હિંસક દૃશ્યો જોવા મળ્યા હતા. જેમાં ફાયરિંગ દરમિયાન 9 લોકોના મૃત્યુ થયા છે અને 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અત્યારે સુધી મણિપુરના (Manipur) આ રમખાણોમાં 115 જેલા લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. કુકી અને મૈતઈ સમુદાય વચ્ચે ફાટી નીકળેલા રમખાણો (Clashes) હજુ સુધી અત્ક્વાનું નામ નથી લઈ રહ્યા, છેલ્લા દોઢ મહિનાથી મણિપુરમાં આ જ સ્થિતિ છે.
આજે ખમેનલોક વિસ્તારમાં થયેલા ફાયરિંગમાં 9 લોકોના મોત થયા છે અને 10 થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા ઇમ્ફાલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકોના મૃતદેહમાં ગોળીઓના નિશાન જોવા મળ્યા છે. છેલ્લા 15 દિવસથી સ્થાપેયલી શાંતિ આજે સવારે ફરી ડહોળાઈ હતી. મણિપુર રાજ્યમાં છેલ્લા દોઢ મહિનાથી તણાવપૂર્ણ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ રમખાણો પાછળ બે જાતિ વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હોવાનું જવાબદાર મનાઈ રહ્યું છે.
હિંસક અથડામણને લઈ જિલ્લા પોલીસ વડા શિવકાંત સિંહે જણાવ્યું હતું કે, ખમેનલોક વિસ્તારમાં મંગળવારે રાત્રે બે જાતિ વચ્ચે થયેલા ઘર્ષણમાં ગોળીબારની ઘટના સામે આવી છે, જેમાં 9 લોકોના આ ગોળીબારમાં મોત નિપજ્યા છે અને 10 લોકો ઘાયલ થયા છે. હાલ મૃતદેહને હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી છે. હિંસા વધુ ન ભડકે તે માટે શાંતિ સ્થાપવાના પ્રયાસો ચાલી રહ્યા છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સૈન્ય જવાનો ખડકી દેવામાં આવ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








