Wednesday, April 22, 2026
HomeGujaratSuratસુરતમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, સોસાયટીમાં રમી રહેલા માસૂમ બાળક પર ટેમ્પો...

સુરતમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, સોસાયટીમાં રમી રહેલા માસૂમ બાળક પર ટેમ્પો યમરાજ બની ત્રાટકયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: કેટલીક વખત ઘરમાં માતા પોતાના કામમાં એટલા વ્યસ્ત બની જાય કે, ઘરની બહાર રમી રહેલું બાળક શું કરે છે તેનો પણ તેમને ખ્યાલ હોતી નથી. સુરતમાં (Surat) માત-પિતા માટે આવો જ એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. બાળકનું ધ્યાન ન રાખતા આજે એક પરિવારને પોતાનું માસૂમ બાળક ગુમાવવું પડ્યું છે. બે વર્ષનું બાળક સોસાયટીમા રમી રહ્યું હતું. તે દરમિયાન ટેમ્પો ચાલકે બાળકને ટક્કર (Accident) મારતા બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવાયું હતું. ગંભીર ઈજાઓ કારણે સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સચિન GIDC ખાતે આવેલી શિવ શક્તિ સોસયટીમાં રહેતા વિક્રમ ભાઈ નિત્યક્રમ પ્રમાણે પોતાની નોકરી ગયા હતા અને તેમની પત્ની ઘરના કામમાં વ્યસ્ત હતા. તેમનું બે વર્ષનું બાળક ગતરોજ મંગળવારે સાંજે 5 વાગ્યાના અરસામાં સોસયટીમાં રમી રહ્યું હતું. તે દરમિયાન ટેમ્પો ચાલક સામે અચાનક બાળક આવી જતા ટેમ્પો ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી બાળકને અડફેટે લીધું હતું. જેથી બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના કારણે બૂમાબૂમ થતા બાળકની માતા પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લોહીલુહાણ ઇજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ ખેસડવામાં આવ્યું હતું. બાળકનું વધારે પડતું લોહી વહી જતા ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું છે.

- Advertisement -

ઘટનાની જાણ પત્નીએ વિક્રમભાઈને કરતા વિક્રમભાઈ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં બાળકના મૃત્યુના સમાચાર સંભાળી તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. માસૂમ બાળકના મૃત્યુથી પરિવારનું હૈયાફાટરૂદન સામે આવ્યું હતું. સમ્રગ મામલે વિક્રમભાઈએ ટેમ્પોચાલક વિરુદ્ઘ સચિન GIDC પોલીસ સ્ટેશન (Surat Police) ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular