Sunday, April 19, 2026
HomeNational‘ઈસ્કોન ગાયો કસાઈઓને વેચી મારે છે’ નિવેદન માટે મેનકા ગાંધી માફી માંગે,...

‘ઈસ્કોન ગાયો કસાઈઓને વેચી મારે છે’ નિવેદન માટે મેનકા ગાંધી માફી માંગે, કોર્ટમાં ઢસડી જઈશું: રાધારામણ દાસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: સનાતન ધર્મને લઈને થયેલા વિવાદો માંડ શમી રહ્યા છે, ત્યાં બીજા એક વિવાદની શરૂઆત થવાના એંધાણ છે. ઈસ્કોન (ISKCON) કે જે લાખો ગાયોને પાળે છે તેમની સેવા કરે અને ઈસ્કોન સાથે જોડાયેલા છે તેમનું જીવન દૂધ પર નિરાભર હોવાની વાતો વચ્ચે સાંસદ મેનકા ગાંધીએ (Maneka Gandhi) વિવાદનો મધપૂડો છેડ્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સાંસદ મેનકા ગાંધીનું ઈસ્કોનને લઈને એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. સાંસદ મેનકા ગાંધીના વાયરલ થયેલા એક વિડીયોમાં મેનકા ગાંધી એવું કહી રહ્યા છે કે, ઈસ્કોન ચીટર છે, ઈસ્કોન ગાયોની સેવા કરવાની જગ્યાએ કસાઈઓને વેચી મારે છે. સૌથી વધુ વેચવામાં આવતી ગાયો ઈસ્કોન દ્વારા કસાઈયોને વેચવામાં આવે છે. ઈસ્કોન સરકાર પાસે ગાયો માટે આશ્રયસ્થાન બનાવવાના નામે જમીન હડપે છે અને ગાયોને કસાઈઓને ફટકારી મારે છે. વધુમાં મેનકા ગાંધી એમ પણ કહે છે કે, તેઓ દ્વારા અનંતપુરના ઈસ્કોન સંચાલિત ગૌશાળાની મુલાકાત લેવામાં આવી ત્યારે ગૌશાળામાં એક પણ વાછરડું જોવા મળ્યું નહોતું. એનો મતલબ એ છે કે, ઈસ્કોન દ્વારા તમામ વાછરડાં કસાઈઓને વેચી મારવામાં આવ્યા છે. દૂધ ન આપતી એક પણ ગાય આ ગૌશાળામાં નથી કારણ કે બીનદૂધાળ ગાયો કસાઈને વેચવામાં આવે છે.

- Advertisement -

મેનકા ગાંધીએ આપેલા વિવાદિત નિવેદનને લઈને ઈસ્કોનના કલકત્તાના પ્રવકતા રાધારામણ દાસે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, મેનકા ગાંધી એક ચિડાયેલી સ્ત્રી છે. તેમજ તે દરેક સાથે જુઠ્ઠું બોલે છે. મેનકા ગાંધી આ બાબતે માફી નહીં માંગે તો કોર્ટમાં ઢસડી જવાની પણ પ્રવક્તા રાધારામણ દાસે ધમકી આપી હતી.

આ બાબતે ઈસ્કોનના રાષ્ટ્રીય પ્રવક્તા યુધિષ્ઠિર દયાએ પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ઈસ્કોન માત્ર ભારતમાં જ નહીં પૂરી દુનિયામાં ગાયોના રક્ષણ માટે કટિબદ્ધ છે. વધુમાં પ્રવક્તા યુધિષ્ઠિર દાસે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, ઈસ્કોન દ્વારા અનેક ગૌશાળાઓ ચલાવવામાં આવે છે. ઈસ્કોન ગાયનું આશ્રયસ્થાન છે. અનેક ગાયોને કતલખાના જતાં બચાવવામાં ઈસ્કોનનો મહત્વનો ફાળો છે.

ઈસ્કોન દ્વારા એ વિસ્તારમાં કામ કરવામાં આવ્યું છે જ્યાં મોટાભાગે ગૌમાંસનો વપરાશ થતો હોય. ઉપરાંત ઈસ્કોન દ્વારા પશુધન નિરીક્ષકના પ્રમાણપત્રો પણ રજૂ કરવામાં આવ્યા હતા. વધુમાં ઈસ્કોન દ્વારા કહેવાયું કે, મેનકા ગાંધીના વિવાદિત નિવેદનથી ઈસ્કોન આઘાતમાં છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular