Thursday, April 30, 2026
HomeGeneralમહિસાગર : રાઘવના મુવાડા ગામના તળાવમાં બે સગા ભાઈ સહિત ચાર યુવાનોના...

મહિસાગર : રાઘવના મુવાડા ગામના તળાવમાં બે સગા ભાઈ સહિત ચાર યુવાનોના કરુણ મોતથી માતમ

- Advertisement -

જય અમીન(મહિસાગર.નવજીવન ન્યૂઝ) મહીસાગર જિલ્લામાં ધૂળેટીના પર્વની ઉજવણી શોકના પર્વમા જાણે ફેરવાઈ ગઈ હતી. કોઠંબા તાલુકાના રાઘવના મુવાડા ગામે આવેલા નાકા તળાવમાં ન્હાવા પડેલા કંતાર ગામના ચાર યુવાનોના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં બે સગા ભાઈઓએ પણ જીવ ગુમાવતા કંતાર ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કંતાર ગામના ચાર મિત્રો ધૂળેટીના પર્વની ઉજવણી કરી કર્યા પછી મિત્રો સાથે રંગોથી રમ્યા બાદ સ્નાન કરવા માટે કોઠંબા તાલુકાના રાઘવના મુવાડા નાકા તળાવ ખાતે ગયા હતા. યુવાનો તળાવના પાણીમાં ઉતર્યા હતા, પરંતુ પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા ચારેય યુવકો એકાએક ડૂબવા લાગ્યા હતા.સ્થાનિકોને ઘટનાની જાણ થતા જ તેઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.

- Advertisement -

જોકે, સ્થાનિકો કંઈ કરી શકે તે પહેલા જ ચારેય યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભારે જહેમત બાદ ચારેય યુવાનોના મૃતદેહોને પાણીની બહાર કાઢવામાં આવતા રોકકળનુ વાતાવરણ છવાઈ ગયુ હતુ.બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. મરણ જનારામા અમિતકુમાર બારિયા, તુષાર કુમાર બારિયા, જયેશ ભાઈ બારિયા, વિપુલ કુમાર બારિયાનો સમાવેશ થાય છે.મૃતક યુવાનોમાં જયેશ અને વિપુલ નામના બે સગા ભાઈઓનો પણ સમાવેશ હતો. પોતાના વ્હાલસોયા દિકરાઓ ગુમાવતા પરિવાર પર આભ તુટી પડ્યુ હતુ.ધુળેટી પર્વની ખુશીઓ પળભરમાં શોકમાં ફેરવાઈ ગઈ હતી. એકસાથે ચાર આશાસ્પદ યુવાનોના મોતથી સમગ્ર મહીસાગર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular