Thursday, April 30, 2026
HomeGeneralઅરવલ્લી : મોડાસામાં ધુળેટીની ઉજવણી કરવા પહોંચ્યા રશિયાના લોકો

અરવલ્લી : મોડાસામાં ધુળેટીની ઉજવણી કરવા પહોંચ્યા રશિયાના લોકો

- Advertisement -

જય અમીન(અરવલ્લી.નવજીવન ન્યૂઝ) : સમગ્ર દેશમાં હોળી ધુળેટી પર્વની રંગા રંગ ઉજવણી કરવામાં આવે છે. રશિયાના મોસ્કો સ્થિત એમબીબીએસ કોલેજના પ્રોફેસર સહિત 7 રશિયન મહિલાઓ મોડાસા શહેરમાં રહેતા ઇજનેરી કોલેજના પ્રોફેસરના ઘરે પહોંચતા પરિવારજનો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. ધુળેટી પર્વમાં રશિયાનોએ પ્રોફેસર પરિવાર સાથે મળીને અબીલ ગુલાલ સહિત ઓર્ગેનિક રંગ બેરંગી કલરનો એક બીજા પર ઉત્સાહ પૂર્વક છાંટી સંગીતના તાલે નાચી ઉઠ્યા હતા. રશિયન પર્યટકો ધુળેટી પર્વની ઉજવણીથી અભિભૂત બન્યા હતા .અત્રે ઉલ્લેખનીય છે કે પ્રોફેસર ડો. પ્રશાંત મોદીની દીકરીએ મોસ્કોમાં એમબીબીએસમા એડમિશન લીધું હોવાથી તેમના સંપર્ક ગાઢ મિત્રતામાં પરિણમ્યા હતા.

Russian people dhuleti 2026
Russian people dhuleti 2026

રંગોનો મહાઉત્સવ ગણાતો ધુળેટી પર્વ આ વખતે મોડાસામાં ખાસ બની રહ્યો. રશિયાના મોસ્કો સ્થિત MBBS કોલેજના પ્રોફેસર સહિત 7 પર્યટકો ભારત પ્રવાસે આવ્યા હતા ભારત ભ્રમણ દરમિયાન ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અનેક ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી ત્યારબાદ હોળી ધુળેટી પર્વ ઉજવણી કરવા મોડાસા સરકારી કોલેજના અને સોસાયટી વિસ્તારમાં રહેતા ડો.પ્રશાંત મોદીના ઘરે પહોચ્યા હતા રશિયન મિત્રો માટે રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ રંગોત્સવમાં સાત રશિયન મહિલાઓ ભારતીય સંસ્કૃતિના રંગે રંગાઈ સાડી પહેરીને પ્રોફેસર પરિવાર સાથે એકબીજા પર અબીલ-ગુલાલ અને રંગબેરંગી રંગોથી એકબીજાને રંગતા અને ડીજેના તાલે ઝૂમ્યા હતા. રશિયન મહેમાનો ભારતીય પરંપરા સાથે એક બીજાના રાષ્ટ્રધ્વજ સાથે ઉત્સવની ભાવનામાં સંપૂર્ણ રીતે રંગાઈ જઇને ધુળેટી પર્વની મોજ માણી હતી.સંગીત, હાસ્ય અને ઉત્સાહ વચ્ચે ઉજવાયેલી આ ધુળેટીએ સંસ્કૃતિઓ વચ્ચે મિત્રતા અને સૌહાર્દનો દેશ પ્રેમનો સંદેશ આપ્યો હતો વિદેશી મહેમાનો માટે ધુળેટી આ માત્ર એક તહેવાર નહોતો, પરંતુ ભારતીય સંસ્કૃતિને નજીકથી સમજવાનો અનોખો અવસર હતો. અરવલ્લી જિલ્લાના મોડાસામાં રશિયનોએ મોજ મસ્તી અને ઉત્સાહભેર ઉજવેલી ધુળેટી પર્વ લાંબા સમય સુધી યાદગાર બની રહેશે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular