ગાંધીનગર/અમદાવાદ: મહાશિવરાત્રિ એટલે દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીના મિલનનો ઉત્સવ. આવતીકાલે 15 ફેબ્રુઆરીએ શિવભક્તો ઉપવાસ અને પૂજા કરીને ભોલેનાથને રીઝવશે. જો તમે ઘરે જ શિવપૂજા કરવા માંગતા હોવ, તો અહીં સંપૂર્ણ માર્ગદર્શિકા આપી છે.
મહાશિવરાત્રિના 4 પ્રહરના શુભ મુહૂર્ત
શિવરાત્રિની રાત્રે જાગરણ અને પૂજાનું વિશેષ મહત્વ છે. અહીં જુઓ ચાર પ્રહરનો સમય:
પ્રથમ પ્રહર: સાંજે 6:30 થી રાત્રે 9:35 સુધી
બીજો પ્રહર: રાત્રે 9:35 થી મધ્યરાત્રિ 12:40 સુધી
ત્રીજો પ્રહર: મધ્યરાત્રિ 12:40 થી પરોઢે 3:45 સુધી
ચોથો પ્રહર: પરોઢે 3:45 થી સવારે 6:50 સુધી
ઘરે કેવી રીતે કરશો પૂજા? (10 સરળ સ્ટેપ્સ)
1.સવારે સ્નાન કરી વ્રત અને શિવપૂજાનો સંકલ્પ લો.
2.આખો દિવસ ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરતા રહો.
3.શક્ય હોય તો નિર્જળા ઉપવાસ રાખો અથવા ફળાહાર કરો.
4.સાંજે સૂર્યાસ્ત પહેલા ફરી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો.
5.પૂજા કરતી વખતે મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં રાખો. સૌપ્રથમ ગણેશજીનું ધ્યાન કરો.
6.શિવલિંગ પર ગંગાજળ મિશ્રિત જળ ચડાવો.
7.દૂધ, દહીં, ઘી, મધ અને સાકરનું પંચામૃત બનાવી અભિષેક કરો.
8.ત્યારબાદ ચંદન, બિલીપત્ર, ધતૂરો અને પુષ્પ અર્પણ કરો.
9.ધૂપ-દીપ પ્રગટાવી આરતી કરો અને નૈવેદ્ય ધરાવો.
10.પૂજામાં થયેલી ભૂલચૂક માટે ક્ષમાયાચના કરી પ્રસાદ વહેંચો.
શિવજીને રાત કેમ પ્રિય છે?
શાસ્ત્રો મુજબ ભગવાન શિવ સંહારક શક્તિ અને તમોગુણના દેવતા છે. રાત્રિ એ શાંતિ અને વિસર્જનનો સમય છે. દિવસભરની ભાગદોડ પછી ચેતના જ્યારે શાંત થાય છે, ત્યારે શિવતત્વની અનુભૂતિ કરવી સરળ બને છે. વળી, કૃષ્ણ પક્ષની ચૌદશ એટલે કે અંધકારની રાત્રે શિવજીનું તેજ સૌથી વધુ પ્રભાવી હોય છે, તેથી મહાશિવરાત્રિએ રાત્રિ જાગરણનો મહિમા છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








