Tuesday, March 17, 2026
HomeGujaratAhmedabadપત્નીને મળે તે પહેલાં મૃત્યુ: CCTVમાં કેદ થયો અમદાવાદનો વધુ એક ભયાનક...

પત્નીને મળે તે પહેલાં મૃત્યુ: CCTVમાં કેદ થયો અમદાવાદનો વધુ એક ભયાનક અકસ્માત, 3 જ વર્ષના લગ્નજીવનનો અંત

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: શહેરમાં રફ્તારનો કહેર વધુ એક આશાસ્પદ યુવાનને ભરખી ગયો છે. વટવા GIDC વિસ્તારમાં એક હચમચાવી દેતી દુર્ઘટના બની છે, જેમાં પત્નીને તેડવા જઈ રહેલા યુવકની કાર બેકાબૂ બનીને એક વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયંકર ટક્કરમાં યુવકે ઘટનાસ્થળે જ દમ તોડી દેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

ગાંધીનગરના વાવોલ ગામનો વતની અને ચાંગોદરમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો 24 વર્ષીય આકાશ ગોસ્વામી ગત 12 ફેબ્રુઆરીના રોજ ઘરેથી નીકળ્યો હતો. તેની પત્ની બારેજડી સ્થિત તેના પિયરમાં હતી. આકાશ હોંશે-હોંશે પોતાની જીવનસંગિનીને સાસરીથી પરત લાવવા માટે નીકળ્યો હતો. પરંતુ રસ્તામાં જ નિયતિએ કાંઈક અલગ જ તેના ભાગ્યમાં લખ્યું હતું. તે પોતાની એસેન્ટ કાર લઈને વટવા GIDC રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પૂરઝડપે જતી આ કાર પરથી તેણે અચાનક કાબૂ ગુમાવી દીધો અને કાર રસ્તાની બાજુમાં આવેલા એક તોતિંગ ઝાડ સાથે અથડાઈ.

- Advertisement -

3 વર્ષના ટૂંકા દાંપત્યજીવનનો કરૂણ અંજામ

અકસ્માત એટલો ભયાનક હતો કે આકાશને બચવાની કે સંભાળવાની કોઈ તક જ મળી નહીં. ગંભીર ઈજાઓને કારણે તેનું શરીર ત્યાં જ નિષ્પ્રાણ થઈ ગયું. ઉલ્લેખનીય છે કે, આકાશના લગ્ન માત્ર ત્રણ વર્ષ પહેલાં જ થયા હતા. હજુ તો દાંપત્યજીવનની શરૂઆત હતી ત્યાં જ કાળે તેને ઝડપી લીધો.

વેડા ગામે અંતિમ વિદાય

યુવાન દીકરાના અકાળે અવસાનથી ગોસ્વામી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ગઈકાલે વેડા ગામ ખાતે સમાજના રીત-રિવાજ અને ધાર્મિક વિધિ મુજબ આકાશને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે જે-ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular