Wednesday, April 22, 2026
HomeGujaratમહારાષ્ટ્રમાં ખાલી બોટમાંથી AK-47 અને મોટી સંખ્યામાં કારતુસ મળ્યા

મહારાષ્ટ્રમાં ખાલી બોટમાંથી AK-47 અને મોટી સંખ્યામાં કારતુસ મળ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાયગઢઃ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક શંકાસ્પદ બોટ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. બોટમાંથી એકે-47 રાઈફલ અને મોટી સંખ્યામાં કારતુસ મળી આવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ બોટ રાયગઢ જિલ્લામાં સ્થિત હરિહરેશ્વર બીચ પર મળી આવી છે. ખાલી બોટને જોઈને સ્થાનિક લોકોએ પોલીસને જાણકારી આપી હતી.

રાયગઢ જિલ્લામાં ખાલી બોટમાંથી હથિયાર મળી આવતા જિલ્લામાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ આ બોટમાં કોણ આવ્યું અને ક્યાંથી આવ્યું તેની તપાસમાં લાગી છે. પોલીસે બોટનો કબજો મેળવી લીધો છે. આ બોટ દરિયા કિનારે મળી આવી હતી. પોલીસ બોટ વિશે માહિતી મેળવવા માટે સ્થાનિક લોકોની પણ પૂછપરછ કરી રહી છે. મહારાષ્ટ્ર ATSની ટીમ રાયગઢ પહોંચી ગઈ છે. આ ટીમ સમગ્ર મામલાની તપાસ કરશે.

- Advertisement -

હરિહરેશ્વર બીચ મુંબઈથી 200 કિલોમીટર અને પુણેથી 170 કિલોમીટર દૂર છે. રાયગઢના ધારાસભ્ય, અદિતિ તટકરેએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ રાયગઢના શ્રીવર્ધનના હરિહરેશ્વર અને ભરડખોલ ખાતેથી હથિયારો સાથેની કેટલીક બોટ મળી આવી છે. તપાસ ચાલી રહી છે, મેં મુખ્યમંત્રી પાસે માંગણી કરી છે કે તાત્કાલિક એટીએસ અથવા રાજ્ય એજન્સીની વિશેષ ટીમની નિમણૂક કરવામાં આવે. આ મામલે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નિવેદન જાહેર કર્યું છે. તેમનું કહેવું છે કે સરકાર આ બાબત પર ગંભીર નજર રાખી રહી છે. ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ માહિતી આપી હતી કે બોટ ઓસ્ટ્રેલિયાના નાગરિકની છે. બોટ યુરોપ જઈ રહી હતી. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર દરિયામાં બોટનું એન્જિન બગડી ગયું હતું. કોરિયન બોટ દ્વારા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. હવે તે હરિહરેશ્વર બીચ પર પહોંચી ગયો છે. આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. તેમણે કહ્યું કે બોટમાંથી ત્રણ એકે-47 રાઈફલ મળી આવી છે. કોંકણ કિનારે હાઈટાઈડને કારણે બોટ અડધી તૂટેલી હાલતમાં આવી હતી. કેન્દ્રીય એજન્સીઓને જાણ કરવામાં આવી છે. કોઈપણ પરિણામની સંભાવનાને હળવાશથી લેવામાં આવશે નહીં. એટીએસ પણ આ અંગે કામ કરી રહી છે. જરૂર પડ્યે વધારાના દળો પણ તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈ આતંકી એંગલની પુષ્ટિ થઈ નથી. અહીં બોટ હમણાં જ આવી છે. અમે કંઈપણ નકારતા નથી. તમામ પાસાઓ તપાસી રહ્યા છે. પોલીસને હાઈ એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular