Thursday, April 23, 2026
HomeGujaratગુજરાતમાં AAPએ જાહેર કરી બીજી ઉમેદવારોની યાદી, જાણો કોને ક્યાંથી ટીકીટ મળી

ગુજરાતમાં AAPએ જાહેર કરી બીજી ઉમેદવારોની યાદી, જાણો કોને ક્યાંથી ટીકીટ મળી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા જ ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂકરી દેવામાં આવ્યો છે. તેવામાં ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડવા જઈ રહેલી આમ આમદમી પાર્ટીએ એડીચોડીનું જોર લગાવીને લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે આજે આપ દ્વારા ઉમેદવારની બીજી યાદી જાહેર કરીને 9 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ કુલ 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

AAP ગુજરાત દ્વારા જાહેર કરેલા ઉમેદવારોના ફોટા

ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઈટાલીયા દ્વારા આજે પત્રકાર પરિષદ યોજીને ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર રાજુ કરપડા ચોટીલાથી, પિયુષ પરમાર જૂનાગઢના માંગરોળથી, કરસનભાઈ કરમૂર જામનગરથી, નીમીષા ખૂંટ ગોંડલથી, પ્રકાશભાઈ કોન્ટ્રાકટર સુરતની ચોર્યાસી બેઠકથી, વિક્રમ સૌરાણી વાંકાનેરથી, ભરતભાઈ વાખલા દેવગઢબારીયાથી, જેજે મેવાડા અસારવાથી અને વિપુલભાઈ સખીયા ધોરાજીથી આપની બેઠક પરથી આગામી વિધાનસભાની ચૂંટણી લડશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular