નવજીવન ન્યૂઝ.મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને આષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિકની મની લોંડ્રિંગ કેસમાં ધરપકડ કરી લેવાઈ છે. ઘટનામાં આજે થયેલી પુછપરછ પછી તેમની ધરપકડ કરવામાં આવી છે. સમાચાર એજન્સી અનુસાર દાઉદ ઈબ્રાહિમ મની લોંડ્રિંગ કેસમાં ધરપકડ થયા પછી નવાબ મલિકે કહ્યું, મને અરેસ્ટ કરી લેવાયો છે પરંતુ હું ડરીશ નહીં. ઉલ્લેખનીય છે કે મલિકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, ઈડીના અધિકારી સવારે છ વાગ્યે નવાબ મલિકના આવાસ પર પહોંચ્યા હતા જ્યાં તેમનાથી અંદાજે એક કલાક સુધી પુછપરછ કરી હતી. ઘરમાં પુછપરછ કર્યા પછી સાડા સાત વાગ્યે અધિકારી નવાબ મલિકને પોતાના સાથે ઈડી લઈ ગયા હતા. સવારે 8.30 વાગ્યાથી તેમની ઈડી ઓફીસમાં પુછપરછ થઈ રહી હતી.
બોલાવવામાં આવ્યો હતો. હવે આ કેસમાં નવાબ મલિકની પૂછપરછ કરવામાં આવી હતી. ઈડી એ 15 ફેબ્રુઆરીએ મુંબઈમાં દરોડા પાડ્યા હતા અને અંડરવર્લ્ડ પ્રવૃત્તિઓ, કથિત ગેરકાયદેસર ખરીદ-વેચાણ અને હવાલા વ્યવહારોના સંબંધમાં નવો કેસ નોંધ્યો હતો. જે બાદ મલિકની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં 1993ના બોમ્બ ધડાકાના માસ્ટરમાઇન્ડ દાઉદ ઈબ્રાહિમની દિવંગત બહેન સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રૂટ, ભાઈ ઈકબાલ કાસકર અને છોટા શકીલના સંબંધીનો સમાવેશ થાય છે. કાસકર, જે પહેલાથી જ જેલમાં છે, તેની એજન્સીએ ગયા અઠવાડિયે ધરપકડ કરી હતી. EDએ પાર્કરના પુત્રની પણ પૂછપરછ કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












