નવજીવન ન્યૂઝ.ગોધરાઃ પંચમહાલ જીલ્લામાં મહામારીના કેસની સંખ્યાનો આંક શૂન્ય ઉપર પહોંચતા આરોગ્યતંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવાય તે પહેલા ગોધરા શહેરમાં આવેલા ભુરાવાવ વિસ્તારમાં જીવલેણ ગણાતા જીબીએસ (ગુલિયન બેરે સિન્ડ્રોમ)ના ૧૨ જેટલા શંકાસ્પદ કેસ બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. કેસ આવતા આરોગ્ય વિભાગ તંત્ર પણ દોડતુ થયુ છે. કેસનો આંક ૧૨ પર પહોંચતા વડોદરાથી મેડીકલ કોલેજની ટીમ આવી પહોંચી હતી. ૧૦ સભ્યોની ટીમ દ્વારા તપાસ હાથ ધરાવામાં આવી છે.

પંચમહાલ જિલ્લામાં મહામારીમાં કેસની સંખ્યા શૂન્ય પર પહોંચી છે. શહેરના ભુરાવાવ વિસ્તારમાં ગુલિયન બેરી સિન્ડ્રોમના ૧૨ જેટલા કેસ નોંધાતા શહેરીજનોમાં ભારે ફફડાટનો માહોલ વ્યાપ્યો છે. રોગની ઝપટમાં આવેલા લોકોને વડોદરા ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની માહીતી મળી રહી છે. ગોધરા શહેરમાં આવેલા ભુરાવાવ વિસ્તારના રહેણાક સોસાયટીઓમા આ શંકાસ્પદ કેસ દેખાયા છે. કેસના પગલે જિલ્લા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આજે બુધવારના રોજ વડોદરા મેડીકલ કોલેજ, તેમજ ગોત્રી મેડીકલ કોલેજની તજક્ષ તબીબોની ટીમ ગોધરા ખાતે આવી પહોંચી હતી અને ભુરાવાવ વિસ્તારમાં ગુલિયાન બેરે સિન્ડ્રોમના જે કેસ દેખાયા છે. તે વિસ્તારની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થીતીનો તાગ મેળવ્યો હતો. વડોદરાથી ૧૦ જેટલા તબીબી અધિકારી સભ્યોની ટીમ આવી હતી. જિલ્લા આરોગ્યતંત્રની ટીમ પણ સાથે રહી હતી. આ મામલે આરોગ્ય વિભાગની ૬ જેટલી ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમાં સર્વેલન્સની પણ કામગીરી હાથ ધરવામા આવી છે.
નોંધનીય છે કે આ ગુલિયન બેરી સિન્ડ્રોમના વાયરસને કારણે શરીરની સિસ્ટમ પર અસર પડે છે. જેમાં પાચનતંત્ર, શરીરના શ્વસનતંત્ર તેમજ શરીરના નીચેના ભાગે અસર પડે છે. GBS રોગથી નર્વ સિસ્ટમની નસોને નુકશાન થાય છે. દર્દીના શરીરમાં પહેલા દર્દ થવા લાગે છે અને પછી ત્યારબાદ તેના સ્નાયુઓ નબળા પડવા લાગે છે. લક્ષણની જાણ થતા જ સારવાર ન થવા પર બ્રીથિંગ મસલ્સ પણ નબળા થઇ જાય છે. અનેક વખત દર્દીને લકવા પણ થઇ જાય છે. અહીં સુધી કે દર્દીની હાલત ગંભીર બની શકે છે અને સમયસર યોગ્ય સારવાર ન મળે તો દર્દીના જીવને પણ જોખમ રહેલું છે.
(અહેવાલ સાભાર-વિજયસિંહ સોલંકી, ગોધરા)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












