નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતના ધોરણ 10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આગામી 28મી માર્ચથી 12 એપ્રીલ સુધી બોર્ડની પરીક્ષા રહેશે. જોકે જાણવા જેવી બાબત એ છે કે આ વખતે પહેલીવાર ધોરણ 10માં એવું થશે કે ગણીતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે જેમાં બેઝિક અને સ્ટાન્ડર્ડ એ રીતે રહેશે જે 30મી માર્ચે બેઝિક અને 31મીએ સ્ટાન્ડર્ડ એમ લેવાશે.
ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમિયાન અપાયેલા માસ પ્રમોશન પછી બે વર્ષ પછી આ બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે. પરીક્ષામાં 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસશે. અહીં તસવીરમાં આપને શાળાના કાર્યક્રમો દર્શાવાયા છે જેમાં કઈ પરીક્ષા ક્યારે છે તે આપ જાણી શકો છો.











