નવજીવન ન્યૂઝ. ખરગૌન: Madhya Pradesh Shivratri Controversy: દેશમાં આજના આધુનિક યુગમાં પણ જાતિવાદી વિચારધારાના કારણે દલિતોને મંદિરમાં પ્રવેશ (Dalits entry into temple)આપવાને લઈ વિવાદો (Controversy)સામે આવે તે દુઃખદ બાબત છે. બંધારણે આપેલા સમાનતાના અધિકાર અને કાયદાના રક્ષણ બાદ પણ કથિત રીતે નીચી જાતિ સાથે કેટલાક કહેવાતા સવર્ણ વર્ગના લોકો ભેદભાવ રાખે છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી મધ્યપ્રદેશના (Madhya Pradesh) ખરગોન (Khargone) જિલ્લામાંથી જ્યાં મંદિરમાં પ્રવેશ નહીં આપવાના કારણે બબાલ સર્જાઈ હતી અને પોલીસે 100 જેટલા લોકો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહીક કરી છે.
મળતી વિગતો અનુસાર મહાશિવરાત્રિના રોજ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના સનાવદ અને કસરાવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંદિરમાં દલિતોને પ્રવેશ નહીં કરવા દેવા બાબતે બબાલ સર્જાઈ હતી. આ બબાલ ઘર્ષણમાં પરિણમતા બંને પક્ષો વચ્ચે પથ્થરમારો પણ થયો હતો અને તેમાં 19 લોકો ઘાયલ થયા છે. આ બાબતે ધ વાયરના અહેવામાં જણાવાયું છે કે, છાપરા ગામમાં મહાશિવરાત્રિના પર્વ પર શિવમંદિરમાં ગુર્જર મહિલાઓ પૂજા કરી રહી હતી. પૂજા દરમિયાન કેટલીક દલિત મહિલાઓ પણ પૂજા કરવા મંદિર પહોંચી હતી. દલિત મહિલાઓને જોઈ અન્ય સમાજની મહિલાઓએ તેમની સાથે દુર્વ્યવહાર કરી ધક્કા-મુક્કી કરી મંદિરમાં પ્રવેશ કરતા અટકાવી હતી. જેના કારણે દલિત યુવકો મંદિર પર ઘસી આવ્યા હતા અને બંને પક્ષે બબાલ સર્જાઈ હતી. બાદમાં આ બબાલ મારામારી અને પથ્થરમારા સુધી પહોંચી હતી તંગદીલી ફેલાઈ હતી.
ડેક્કન હેરાલ્ડના અહેવાલમાં જણાવ્યા મુજબ છાપરામાં થયેલા વિવાદ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મંદિરમાં દલિત સમાજના લોકોને પ્રવેશને લઈ વિવાદ સર્જાયો હતો. આ મંદિર અન્ય ત્રણ સમુદાયોએ મળીને બનાવ્યું છે. જ્યાં વિવાદ થતા બંને પક્ષો સનાવદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં કાર્યવાહી માગણી કરતા હંગામો કર્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, બંને પક્ષોએ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે.
છાપરાની જેમ જ ખરગોનના કસરાવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આવો જ વિવાદ થયો હતો. વિવાદના કારણે ત્યાં પણ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આમ પોલીસે બંને મામલાની નોંધ કરી 100 જેટલા લોકો વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








