સટ્ટોડીયા અને ટ્રેડરો તેમનો હાથ પરનો માલ લંડનથી ન્યુયોક ટ્રાન્સફર કરવાની ઉતાવળ કરવા લાગ્યા
તેજીના ઓળિયામાં જુલાઈ પછી પહેલી વખત વધુ ઝડપે ૪૨.૬ ટકાનો વધારો મંદીની ઓળિયા પોઝીશન ઘટીને ૧૪.૮ ટકા
ન્યુયોર્ક કોમેકસ પર હાજર સામે વાયદા પ્રીમીયમ વધુ સંકળાઈ ગયું
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ (Donald Trump) સોના (Gold) ચાંદી (Silver)પર યુનિવર્સલ ઈમ્પોર્ટ ટેરીફ નાખવાનું નિવેદન કરીને આખી દુનિયાના બુલિયન બજારમાં જોખમ ઉભું કરીને ઉથલપાથલ મચાવી છે. પરિણામે બુલિયન બજારના બેરોમીટર ગણાતા લંડનમાં સોનાની માંગ ઐતિહાસિક ઉંચાઈએ પહોચી ગઈ છે. આને લીધે ટૂંકાગાળાનાં માસિક ડીલીવરીના ગોલ્ડ લીઝ રેટ વાર્ષિક ૩.૫ ટકાની ઉંચાઈએ પહોચી ગયા છે. બે જાન્યુઆરીએ આ દર માત્ર ૦૦.૦૮ ટકા શૂન્યની નજીક હતા. કોરોના મહામારી સમયે ૨૦૦૨મા સોનાનો લીઝ રેટ ૩.૫ ટકા જોવાયો હતો.
નવી અમેરિકન સરકાર સોનાની આયાત પર કોઈ કરવેરા નાખે તે પહેલા, સટ્ટોડીયા અને ટ્રેડરો તેમનો હાથ પરનો માલ લંડનથી ન્યુયોક ટ્રાન્સફર કરવાની ઉતાવળ કરવા લાગતા લીઝ રેટ આસમાને જતા રહ્યા છે. દરમિયાન, મંદીવાળા સટ્ટોડીયા જેમને ન્યુયોર્ક કોમેક્સમાં મંદીના ઓળિયા હાથમાં રાખ્યા છે, તેમણે જોખમ ઓછું કરવા, ફેબ્રુઆરી વાયદો કપાતમાં જાય તે પહેલા ફીઝીકલ ડીલીવરીનું જોખમ ઘટાડવા લંડનથી ડીલીવરી મેળવવાની કવાયત આરંભી દીધી છે. આને લીધે હાજર ભાવ તો વધ્યા જ સાથે સાથે પાકતો વાયદો પણ નવી ઊંચાઈ સરકારવા અગ્રેસર થઇ ગયો છે. છેલ્લા અહેવાલ મુજબ ઉત્પાદ્કો, ટ્રેડરો, અને અન્ય કમર્સિયલ ફંડોએ તેમના વાયદાના તેજીના ઓળિયામાં જુલાઈ પછી પહેલી વખત, વધુ ઝડપે ૪૨.૬ ટકાનો વધારો કરી નાખ્યો હતો, જ્યારે મંદીવાળાની ઓળિયા પોઝીશન ઘટીને ૧૪.૮ ટકા રહી ગઈ હતી.
આવીજ સ્થિતિ અત્યારે ચાંદીની માંગમાં જોવાઈ રહી છે, કેટલાંક એનાલીસ્ટ ચેતવણીના સૂરમાં કહે છે કે ડીલરોની માંગને પહોચી વળવા જેટલી ચાંદી પણ બજારમાં અત્યારે ઉપલબ્ધ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ વહેલામાં વહેલા ફેબ્રુઅરિમા સોના અને ચાંદી ઉપરાંત કેનેડા અને મેક્સિકો પર ૨૫ ટકા આયાત જકાત નાખવાનો મક્કમ ઈરાદો ધારાવે છે. પરિણામે અમેરિકામાં સોનાના સલામત મૂડીરોકાણની હાજર માંગ નીકળી અને ભાવમાં ભડકો થયો છે. અલબત્ત, ચીન પર તત્કાળ જકાત નાખવાનાં કોઈ ઈરાદા સ્પસ્ટ નથી કર્યા.
ટ્રમ્પ ટેરીફની વાતોથી બજારમાં ભારે અનિશ્ચિતતાઓ ઉભી થઇ છે, પરિણામે સોનાના વાયદાના પ્રીમીયમને વેગ મળ્યો છે. ગુરુવારે સોનાના હાજર ભાવ ૬ નવેમ્બર પછીની નવી ઉંચાઈએ ૨૭૫૨ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૩૪૭ ગ્રામ) બોલાઈ ૨૦ ઓક્ટોબર ૨૦૨૪ની ઓલ ટાઈમ હાઈ ૨૭૯૦.૧૫ ડોલરની નજીક સરકી ગયા હતા. અમેરિકન ફેબ્રુઆરી પાકતો વાયદો ૨૭૬૦ ડોલર બોલાતા, હાજર સામે વાયદા પ્રીમીયમ વધુ સંકળાઈ ગયું હતું.
બુલિયન બજારમાં બધું અસ્તવ્યસ્ત થઇ ગયું છે, સોના અને ચાંદીનો પ્રાપ્ય સ્ટોક અન્ડરગ્રાઉન્ડ થઇ ગયો છે. દુનિયાની આગેવાન બુલિયન બેન્કો આર્બીટ્રાજ વેપારનો સંકેલો કરીને, ફીઝીકલ સોનાને જાગતિક ટ્રેડીંગ હબ તરફ પ્રવાહિત કરવા લાગી છે. આવી ઘટના કોવિદ ૧૯ મહામારી વખતે બની હતી ત્યારે પણ આ બધી બેન્કોએ મોટો નફો ઘરભેગો કરી લીધો હતો. લંડન ખાતે લીઝ રેટમાં ઉછળો આવ્યો છે તે સૂચવે છે કે સોનાનો હાજર વેપાર વધુ આકર્ષક અને નફાકારક બની ગયો છે.
અમેરિકન કોમેકસ ગોલ્ડ વાયદા અને ઓપશનના આંકડા સુચેવે છે કે મંદીવાળાઓએ તેમનો પોટલા સંકેલીને કોવિદ મહામારી સમયના સ્તર સુધી નીચા લેવલે લઇ ગયા છે. અમેરિકન કોમેકસ વાયદાના ભાવ જોઈએ તો લંડન કરતા ૪૦ ડોલર પ્રતિ ઔંસના પ્રીમિયમથી બોલાય છે, જેણે ફીઝીકલ સોનાને લંડનથી ન્યુયોર્ક સુધી પ્રવાહિત કરવાની ફરજ પાડી છે. આને લીધે એક્સચેન્જ ઓફ ફ્યુચર્સ ફોર ફીઝીકલ (ઈએફપી) સોદામાં જબ્બર ઉછાળો આવ્યો છે. આનો અર્થ એ થાય કે બજારમાં પ્રવર્તતા પુરવઠાની અછતને ધ્યાનમાં રાખીને, બે પાર્ટી વચ્ચે વાયદાના સોદાની બાસ્કેટ પોઝીશનનાં ખાનગી કરારો થવા લાગ્યા છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








