Friday, May 1, 2026
HomeGeneralLIC IPO Update: સેબીની મંજૂરી બાદ ફરી નવેસરથી રજૂ કરાયા દસ્તાવેજ, જાણો...

LIC IPO Update: સેબીની મંજૂરી બાદ ફરી નવેસરથી રજૂ કરાયા દસ્તાવેજ, જાણો કેમ કંપનીએ ભર્યું આ પગલું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દેશની સૌથી મોટી વીમા કંપની LICના આઈપીઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ સમાચાર અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે રુસો-યુક્રેન યુદ્ધને કારણે બજારોમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ ટાળી શકાય છે. હવે એક રિપોર્ટ અનુસાર, આ આઈપીઓને લઈને ભારતીય જીવન વીમા નિગમ (LIC) તરફથી સેબીને એક નવી ડીઆરએચપી રજૂ કરવામાં આવી છે.



અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે LICએ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોના આધારે નવી ડીઆરએચપી સબમિટ કરી છે. ઉલ્લેખનીય છે કે સરકારે આ પહેલા તેના લોન્ચિંગ અંગે કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય બજાર પર પણ પડી છે. તેના કારણે શેરબજારમાં ભારે અફરાતફરી જોવા મળી રહી છે. ખુદ નાણામંત્રીએ કહ્યું હતું કે સરકાર આ મામલે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.

ઉલ્લેખનીય છે કે LIC આઈપીઓ માટે ડીઆરએચપી ગત 13 ફેબ્રુઆરીએ માર્કેટ રેગ્યુલેટર સેબીને સરકાર દ્વારા રજૂ કરવામાં આવી હતી. થોડા દિવસ બાદ તેને સેબીએ મંજૂરી આપી દીધી હતી. આ મંજૂરી મુજબ LIC 12 મે સુધીમાં પોતાનો આઇપીઓ રજૂ કરી શકે છે. અગાઉના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે જો LIC આ તારીખ સુધીમાં આઈપીઓ લોન્ચ નહીં કરે, તો તેણે સેબી સમક્ષ નવેસરથી દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર રહેશે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે સરકાર શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે રાહ જોવા માંગે છે, જે આઈપીઓને બમ્પર સફળતા અપાવશે.



દસ્તાવેજો અનુસાર LICના આઈપીઓનો એક ભાગ એન્કર ઈન્વેસ્ટર્સ માટે અનામત રાખવામાં આવશે. આ ઉપરાંત LIC આઇપીઓ ઇશ્યૂ સાઇઝના 10 ટકા અને કર્મચારીઓ માટે પાંચ ટકા સુધી પોલિસીધારકો માટે અનામત રહેશે. જણાવી દઈએ કે LICનો આ આઈપીઓ દેશના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હશે.

- Advertisement -

LICનો આ આઈપીઓ અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હશે. સેબીને સુપરત કરવામાં આવેલા ડીઆરએપી અનુસાર, LICનો ઇશ્યૂ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ હશે. આમાં સરકાર પોતાના 5 ટકા હિસ્સા હેઠળ 31.6 કરોડ શેર જાહેર કરશે. રિપોર્ટ અનુસાર કંપનીની એમ્બેડેડ વેલ્યૂ આ મુજબ 5.4 લાખ કરોડ રૂપિયા હશે. સામાન્ય રીતે વીમા કંપનીની માર્કેટ કેપ આ મૂલ્ય કરતાં ચાર ગણી હોય છે. આ મુજબ LICની માર્કેટ વેલ્યૂ 288 અબજ ડોલર એટલે કે લગભગ 22 લાખ કરોડ રૂપિયા હશે અને LIC દેશની સૌથી મોટી વેલ્યુએબલ કંપની બનશે.

નોંધનીય છે કે ગઇકાલે મળેલી કેબિનેટની બેઠકમાં LICના આઇપીઓને લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખરેખર, આઈપીઓ બાઉન્ડ LICમાં એફડીઆઈને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં LICમાં 20 ટકા સુધી ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)ને ઓટોમેટિક રૂટ દ્વારા મંજૂરી આપવા પર મહોર મારવામાં આવી હતી. આ નિર્ણય બાદ LICના પ્રસ્તાવિત આઈપીઓમાં વિદેશી રોકાણનો રસ્તો ખુલી ગયો છે.




- Advertisement -





- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular