Sunday, April 19, 2026
HomeGujaratGandhinagarગુજરાતમાં ગત વર્ષે ૧૨.૭૨ લાખ લોકોની સેવાનું માધ્યમ બની “૧૦૮ એમ્બ્યુલન્સ સેવા”

ગુજરાતમાં ગત વર્ષે ૧૨.૭૨ લાખ લોકોની સેવાનું માધ્યમ બની “૧૦૮ એમ્બ્યુલન્સ સેવા”

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ રાજ્ય સરકારની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા(108 Emergency services) વર્ષ-૨૦૨૨માં લાખો લોકો માટે સેવાનું માધ્યમ સાબિત થઇ છે. ગત વર્ષે ૩૬૫ દિવસમાં ૧૨ લાખ ૭૨ હજાર ૩૪૩ લોકોએ ૧૦૮ એમ્બ્યુન્લસ સેવા હેઠળ સ્વાસ્થ્ય સેવા (Health Service)નો લાભ મેળવ્યો છે. પ્રતિ દિન ૩૪૮૫ અને પ્રતિ ક્લાક ૧૪૫ જેટલા કોલ્સ એટેન્ડ કરીને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સ્વાસ્થ્ય સેવા પહોંચતી કરવામાં આવી છે. વધુમાં આ ૧૨ મહિના અને ૩૬૫ દિવસમાં રાજ્યના ૧ લાખ ૨૦ હજાર ૭૨૩ પીડિત દર્દીઓને આકસ્મિક સેવા પહોંચાડીને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ખરા અર્થમાં સંજીવની સાબિત થઇને દર્દીઓને નવજીવન આપવામાં સફળ રહી છે.

ગુજરાતમાં હાલ ૮૦૦ જેટલી ૧૦૮ એમ્બુલન્સ દિવસ – રાત રાઉન્ડ ધ ક્લોક જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે દોડી રહી છે. ગત વર્ષે 108 દ્વારા અટેન્ડ કરેલા કુલ કોલ્સમાં સરેરાશ રિસપોન્સ ટાઇમ ૧૭ મીનિટ અને ૧૦ સેકન્ડ જેટલો ત્વરિત રહ્યો છે. ૨૦૨૨માં ૧૦૮ એબ્યુલન્સમાં આવેલા ઇમરજન્સી કોલ્સની વિગત પર નજર કરીએ તો ૪,૪૨,૧૪૦ કોલ્સ સગર્ભા બહેનોની પ્રસુતિ માટે હોસ્પિટલ પહોંચાડવા માટે ૧,૩૮,૫૨૦ કોલ્સ પેટમાં દુખાવાની તકલીફની ફરિયાદના ૧,૪૫,૦૫૩ માર્ગ અકસ્માતની ઇમરજન્સી અને ૧,૧૯,૦૧૨ અન્ય પ્રકારના અકસ્માતની ઇમરજન્સીના કોલ અટેન્ડ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

જયારે ૭૩,૮૦૭ જેટલા કોલ્સ શ્વાસ લેવામાં પડેલી તકલીફ ૫૫,૬૦૬ કોલ્સ હ્રદયરોગ સંબંધિત ઇમરજન્સી માટે ૪૯,૧૬૫ જેટલા કોલ્સ ભારે તાવની ફરિયાદ, ૧૫,૯૨૧ કોલ્સ ડાયાબેટીક પ્રોબ્લમ્સ, ૧૧,૦૬૮ કોલ્સ ગંભીર કુપોષણની સમસ્યા સંબધિત,૧૦,૧૧૮ સ્ટ્રોક સંબંઘિત તકલીફ, ૪,૪૭૪ માથામાં દુખાવાની તકલીફ, ૧,૮૯૯ ગંભીર પ્રકારના અકસ્માત, ૧૭૨૮ એલર્જી રીએક્સનની ફરિયાદ,૧૭૩૫ માનસિક રોગ સંબંધિત ફરિયાદ, ૩૪૫૦ કોરોના સંબંધિત અને ૧,૪૨,૪૭૧ જેટલા કોલ્સ અન્ય પ્રકારની તકલીફ ધરાવતા કોલ્સ એટેન્ડ કરીને ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવી છે.
વધુમાં જોઇએ તો રાજ્યની ૧૦,૦૬૫ જેટલી સગર્ભા બહેનોની પ્રસુતિ પણ ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી સ્થિતિમાં કરવામાં આવી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular