નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ ભાવનગરના પાલીતાણા(Palitana)માં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ અંદાજીત 300થી વધુ લોકોની એકાએક તબીયત(Health) બગડી હતી. પ્રસંગમાં ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા બાળકો સહિત 200 જેટલા લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર, પાલિતાણાના તળાવ વિસ્તારમાં પ્રસંગ દરમિયાન ભોજન લીધા બાદ 300થી વધુ લોકોની તબીયત લથડી હતી. જેમાં 100થી વધુ બાળકોનો પણ સમાવેશ થાય છે, ફૂડ પોઈઝનિંગની ઘટના બનતા તાત્કાલીક 200થી વધુ લોકોને સારવાર માટે પાલીતાણાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે 100 જેટલા લોકોને સામાન્ય અસર થઈ હતી.
હાલ તમામ લોકોને પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ખેડવામાં આવ્યા છે. આ બનાવમાં બાળકો સહિત મહિલાઓ પણ ફૂડ પોઈઝનિંગનો શિકાર થઈ હતી. સમગ્ર બનાવને લઈને તંત્ર પણ દોડતું થયું હતું, ચિકનની બિરયાની જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભોજન પ્રસંગમાં અવારનાવર ફૂડ પોઈઝનિંઝની ઘટના સામે આવતી હોય છે. સામાન્ય રીતે ફૂડ પોઈઝનિંગમાં ઝાડા, ઉલ્ટી, માથાનો દુ:ખાવો, ચક્કર અને થાક જેવા લક્ષણો જોવા મળે છે. ઉપરાંત ક્યારેક ગળું સૂકાઈ જાય અને ગળવામાં મુશ્કેલી થતી હોય છે. તો ક્યારેક ઝેકી ખોરાકના કારણે લકવો કે પછી જો સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ થઈ શકે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








