નવજીવન ન્યૂઝ. કચ્છ: AC વપરાશ કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો કચ્છમાંથી (Kutch) સામે આવ્યો છે. જ્યાં ACમાં બ્લાસ્ટ (AC Blast) થતા એક યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો, દાઝી જવાના કારણે યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જોકે પ્રાથમિક તપાસમાં ACમાં શોર્ટસર્કિટ થવાના કારણોસર આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યુ છે. ACમાં શોર્ટસર્કિટ થતાં જોરદાર આવાજ આવ્યો હતો, જેને કારણે આજુબાજુના રહીશો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ તંત્રને કરતાં ફરાર વિભાગની ટીમો અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છ જિલ્લાના ગાંધીધામ (Gandhidham) ખાતે આવેલી આદિપુર વંદના સોસાયટીમાં રહેતા રમેશ ભાઈ સવારના સુમારે પોતાના ઘરે સૂઈ રહ્યા હતા, તે દરમિયાન વહેલી સવારે 5 વાગ્યના અરસામાં તેમના ઘરે લાગેલા ACમાં અચાનક શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. આગ ભીષણ હોવાથી એકાએક સમ્રગ રૂમમાં આગ પ્રસરી ગઈ હતી. જે દરમિયાન ઉંઘી રહેલા રમેશ ભાઈ આગને લઈ બહાર નીકળવા જાય, તે પહેલા આગે રમેશભાઈને ચપેટમાં લીધા હતા. જેના કારણે તેઓ ગંભીર રીતે દાઝી જવાથી ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. જોકે વિસ્તારમાં શોર્ટસર્કિટના કારણે આવાજ આવતા આજુબાજુના રહીશો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમ્રગ મામલે ફાયરવિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા પાણીનો મારો ચલાવી આગ કાબૂ મેળવ્યો હતો. જ્યાં ઘટનાસ્થળેથી રમેશ ભાઈનો દાઝી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
આ મામલે રહીશોએ આદિપુર પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ મોકલ્યો હતો. ઘટના સમયે પરિવાર બહાર ગયો હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. જો કે પાડોશીઓ આ મામલે પરિવારને જાણ કરતા પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. યુવકના અકાળે મોતથી પરિવારનું હૈયફાટરૂદન સામે આવ્યુ હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796