Thursday, April 16, 2026
HomeGujarat'ભાજપ હિન્દુ-મુસ્લિમના મુદ્દે લોકોને વહેંચે છે'- કહેનાર વડોદરાના નેતાએ 24 કલાકમાં જ...

‘ભાજપ હિન્દુ-મુસ્લિમના મુદ્દે લોકોને વહેંચે છે’- કહેનાર વડોદરાના નેતાએ 24 કલાકમાં જ કોંગ્રેસમાંથી પાછી ગુલાંટ મારી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની સોખડા બેઠકના પૂર્વ સભ્ય કિરણસિંહ રાઠોડે પહેલા ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ માત્ર 24 કલાકમાં જ તેઓએ ફરી ભાજપમાં પરત ફરી જવાની જાહેરાત કરી છે. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ચર્ચા જગાવી છે.

કોંગ્રેસમાં જોડાયા ત્યારે શું કહ્યું
કોંગ્રેસમાં જોડાતી વખતે કિરણસિંહ રાઠોડે ભાજપ પર આક્ષેપ કર્યા હતા કે, ભાજપ હિન્દુ-મુસ્લિમના મુદ્દે લોકોને વહેંચે છે અને મતદારોને ચેતવાની જરૂર છે. તેમણે ભાજપને વિકાસના મુદ્દે પણ નિષ્ફળ ગણાવ્યું હતું.

- Advertisement -

પરત ફર્યા બાદ નિવેદન
ભાજપમાં પરત ફરતા કિરણસિંહે કહ્યું કે ભાજપમાંથી રાજીનામું આપવું મારી મોટી ભૂલ હતી. કોંગ્રેસે કરેલા વાયદાઓ ખોટા નીકળ્યા અને માત્ર વચનો જ આપ્યા, જે ક્યારેય પૂર્ણ થતા નથી.

ભાજપની પ્રશંસા
તેમણે જણાવ્યું કે ભાજપ હંમેશા વિકાસલક્ષી રહ્યો છે અને ટ્રિપલ એન્જિન સરકાર વિકાસ માટે કામ કરે છે. ભાજપ નાના કાર્યકર્તાની પણ કાળજી રાખે છે, જે જોઈને મને મારી ભૂલનો અહેસાસ થયો.

પસ્તાવો વ્યક્ત કર્યો
કિરણસિંહે સ્વીકાર્યું કે તેઓ ઉતાવળમાં કોંગ્રેસમાં જોડાયા હતા અને હવે તેમને પસ્તાવો થયો છે. તેમણે ફરીથી ભાજપ પ્રત્યે વફાદારી વ્યક્ત કરી અને પક્ષ સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી.

- Advertisement -

અગાઉ ભાજપ પર આક્ષેપ
કોંગ્રેસમાં જોડાતા પહેલાં તેમણે કહ્યું હતું કે ભાજપમાં માત્ર શો-બાજી ચાલે છે અને વિકાસના નામે કંઈ નથી. તેમણે દાવો કર્યો હતો કે સિસ્ટમ અંદરથી જોયા બાદ નિરાશા થઈ હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular