Wednesday, May 20, 2026
HomeGujaratજેલમાં જ ખેડૂતોના આંદોલનનો સોદો થયો હતો : Pravin Ram

જેલમાં જ ખેડૂતોના આંદોલનનો સોદો થયો હતો : Pravin Ram

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : ખેડૂતોના નેતા તરીકે જાણીતા થયેલાં રાજુ કરપડા (Raju Karpada) એ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે (Pravin Ram AAP) આ મામલે કહ્યું કે, ખેડૂત આંદોલનનો રાજુ કરપડાએ સોદો કર્યો છે. આમ આદમી પાર્ટીથી છેડો ફાડ્યાના સપ્તાહો બાદ ગાંધીનગર કમલમ્ (Gandhinagar Kamalam) ખાતે રાજુ કરપડા તેમના સમર્થકોની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી છે. AAP માં હતા ત્યારે રાજુ કરપડા કહેતા હતા કે, “સૂરજ દાદા આથમણા ઉગશે ત્યારે ભાજપનો ખેસ પહેરીશ”. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના નેતા પ્રવીણ રામે આ મામલે કહ્યું કે, ખેડૂત આંદોલનનો રાજુ કરપડાએ સોદો કર્યો છે.

આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે રાજુ કરપડાએ ભાજપમાં જોડાવાની વાતને નકારતા હતા. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીથી છેડો ફાડ્યો તે સમયથી જ તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલતી હતી અને અંતે તે સાચી ઠરી. ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત (Raju Karpada meets Harsh Sanghavi) માટે દોડી ગયા હતા. આ મામલે પ્રવીણ રામે નિવેદન આપ્યું હતું કે, મારા પરમ મિત્રએ કેસરિયો ધારણ કર્યો છે. અમે શરૂઆતમાં જ કહ્યું હતું કે જેલમાં જ ખેડૂતોના આંદોલનનો સોદો (Farmer’s Movement Deal) થયો હતો. એમણે અનેક આક્ષેપો કર્યા પરંતુ આજે એમના ભાજપમાં જોડાવાની સાથે જ એમણે કરેલા આક્ષેપો પાયાવિહોણા સાબિત થયા. ગુજરાતના ખેડૂતો સામે એ વાત સાબિત થશે કે AAP વિરુદ્ધ કરાયેલા આક્ષેપો ખોટા હતા. પ્રવીણ રામે એવી આશા વ્યક્ત કરી છે કે, તેઓ ભાજપમાં જઈને ખેડૂતો માટે લડત લડશે અને ન્યાય અપાવશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular