નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમા આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલ મહાકુંભનો આરંભ કરાવવા જઈ રહ્યા છે. આજે સાંજે PM મોદી ખેલ મહાકુંભની શરૂઆત કરવશે પરંતુ રમત ગમત સાથે જોડાયેલા લોકો સિવાયના લોકોમાં ખેલ મહાકુંભ વિષે પૂરતી જાણકારી નથી, જેથી આજે ખેલ મહકૂભ શું છે અને તેમાં કેવી કેવી રમતોનો સમાવેશ થાય કહ તે અંગે આપણે જાણીશું.
ખેલ મહાકુંભ શું છે?
ખેલ મહાકુંભને આપણે ગુજરાતનું ઓલમ્પિક કહી શકીએ, જેમાં અલગ અલગ ગામ, તાલુકા અને જીલના ખિલાડીઓ ભાગ લે છે અને પોતાની ટિમ, ગામ, તાલુકા કે જિલ્લાને પદક અપાવવા માટે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપે છે. ખેલ મહાકુંભની શરૂઆત 2010માં નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાર્યકાળમાં થઈ હતી. આ ખેલ મહાકુંભનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે, જેનું મુખ્ય કારણ ગુજરાતમાં રમતગમત ક્ષેત્રમાં ભાગ લેવા માટે યુવાઓને પ્રેરિત કરવાનું છે.
ખેલ મહાકુંભ લગભગ એક મહિના સુધી ચાલે છે. ખેલ મહાકુંભમાં ઉંમરની કોઈ મર્યાદા નથી તેમાં કોઈપણ વયજૂથના લોકો ભાગ લઈ શકે છે. આ ખેલ મહાકુંભ ગ્રામ્ય કક્ષાથી શરૂ થઈને જિલ્લા કક્ષા સુધી આગળ વધે છે. ખેલ મહાકુંભમાં દર વર્ષે હજારોની સંખ્યામાં ખિલાડીઓ ભાગ લે છે અને અલગ અલગ રમતોમાં પદક જીતે છે અને રાષ્ટ્રીય કક્ષાએ આગળ વધે છે. ખેલ મહાકુંભ ગુજરાતનાં ખિલાડીઓને રાષ્ટ્રીય કક્ષાએ રમવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.
ખેલ મહાકુંભમાં કઈ કઈ રમતો હોય છે.?
ખેલ મહાકુંભમાં અલગ અલગ પ્રકારની 28 જેટલી રમતોનો સમાવેશ કરવામાં આવે છે. અલગ અલગ વયજૂથના લોકો અલગ અલગ રમતોમાં ભાગ લઈ શકલે છે. આ રમતો નીચે મુજબ છે.
– આર્ચરી, એથ્લેટિક્સ, બાસ્કેટબોલ, રોપ મલખમ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ટેક્વેન્ડો, યોગા, આર્ટીસ્ટિક સ્કેટિંગ, હેન્ડ બોલ, હોકી, વોલીબોલ, કુસ્તી, વેઇટ લિફ્ટિંગ, ખો-ખો, શૂટિંગ બોલ, સ્વિમિંગ, સ્કેટિંગ, શૂટિંગ, સાયકલીંગ, ફૂટબોલ, ચેસ, જુડો, કબડ્ડી, ટેનિસ, રસ્સા ખેંચ, જિમ્નાસ્ટિક, કરાટે અને બોક્સિંગ
દેશ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફડાકો મેળવનારા ગુજરાતનાં ઘણા ખેલાડીઓની શરૂઆત આ જ ખેલ મહાકુંભથી થઈ હતી. ગુજરાતમાં આ પ્રકારની રાંટગમતની ઇવેંટ ગુજરાતના ખિલાડીઓને વિશ્વ કક્ષાએ દેશ માટે પદક જીતવા માટે પ્રેરિત કરે છે અને તૈયાર પણ કરે છે. આગામી સમયમાં ઓલમ્પિક જેવી વિશ્વ કક્ષાની ઇવેંટ ભારતમાં જવા થઈ રહી છે તેમાં સ્થાનિક ખિલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તે માટે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં આ પ્રકારની ઇવેંટ દ્વારા ખિલાડીઓને પ્રોત્સાહિત કરવા જરૂરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












