નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં એક કાર માલિકે ચોરીની એવી કહાની બનાવી નાખી કે પોતે જ ફસાઈ ગયો. વીમાના પૈસા પચાવી પાડવા માટે મોંધી દાટ કારને ગુમ કરાવી દીધી અને પોલીસમાં ફરિયાદ લખાવા ગયો. જો કે પોલીસ તપાસમાં પોતે જ આરોપી તરીકે સામે આવ્યો.
માહિત મુજબ, BMW કાર માલિક મુસીબ શેખએ પોલીસ ફરિયાદમાં જણાવ્યુ હતું કે બી.એમ.ડબલ્યુ કાર મારા મિત્રને આપી હતી. મારા મિત્રએ તેના મિત્રને આ કાર આપી હતી. તેણે કારને ફેરવ્યા બાદ કારની કિંમત નક્કી કરવામાં અંગે અમારા વચ્ચે વાત થઇ હતી. બાદમાં કાર માલિક મુસીબ શેખએ ઘરની બહાર BMW કાર પાર્ક કરી હતી જે ચોરી થઈ ગઈ હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે કાર માલિક કાર લે વેચનું કામ કરે છે. માલિકે કાર ચોરી કરવા માટે પોતાના જ માણસો જ ઉભા કરી. કારને ચોરી કરી વડોદરા લઈને છુપાવી દીધી હતી. કાર માલિકની ઈચ્છા હતી કે આ કારની કિંમત તેનાં દ્વારા વસૂલવામાં આવે અને ઇન્સ્યોરન્સ પણ લેવામાં આવે જેથી તેને પૈસા મળી જાય. કાર માલિકે ઇન્સ્યોરન્સની રકમ લેવા માંગતો હોવાથી તેણે કાર ચોરીનું પ્લાનિંગ કર્યું હતું. પોલીસે સમગ્ર બાબતે બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય બે ફરાર છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












