Tuesday, July 7, 2026
HomeGeneralમોડલ એશ્રા પટેલ સામે FIR: 'મહેશે મારો પાલવ ખેંચી મને નગ્ન કરવાનો...

મોડલ એશ્રા પટેલ સામે FIR: ‘મહેશે મારો પાલવ ખેંચી મને નગ્ન કરવાનો પ્રયાસ કર્યો’- કાવિઠાના મહિલા સરપંચની ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. છોટાઉદેપુર: સંખેડા તાલુકાના કાવિઠા ગામના મહિલા સરપંચ દ્વારા મોડલ એશ્રા પટેલ અને તેના પિતા સહિત 8 લોકો સામે એટ્રોસિટી કાયદા અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. કાવિઠા ગામના મહિલા સરપંચ જ્યોતિબેન સોલંકીએ પોલીસ ફરિયાદમાં કહ્યું કે, મારા પતિ ડો. બાબાસાહેબની જન્મજયંતિની ઉજવણી કરવાનું સૂચન કર્યું હતું. તે વખતે એશ્રા પટેલે જાતિવાચક અપમાન કર્યુંહતું, સાથે જ ધક્કે ચઢાવી માર મારવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.



સરપંચ જ્યોતિબેન સોલંકીએ પોલીસને જણાવ્યું હતું કે, નરહરિ પટેલે કહ્યું હતું કે ગામ છોડીને જતા રહો, નહીંતર મારી નાખીશું. સરપંચ પદ પરથી રાજીનામું આપી દો, નહીંતર બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં ફસાવી દઈશું, ઉપરાંત જાતિવાચક અપમાનીત કરતા શબ્દો કહ્યા હતા.પોલીસે આ મામલે મહિલા સરપંચની ફરિયાદ આધારે, મોડેલ એશ્રા પટેલ, નંદુ પટેલ, રાજેન્દ્ર પટેલ, મહેશ રબારી, દેવરાજ રબારી, સંદીપસિંહ સંજયસિંહ રાજ સોલંકી, નરહરિ પટેલ અને વિપુર પટેલ સામે ફરિયાદ નોંધી છે.

આ મામલે એશ્રા પટેલે કહ્યું કે, એટ્રોસિટીની ફરિયાદ ખોટી નોંધાવી છે, મારા પિતા તો ત્યાં હાજર જ ન્હોતા તેમનું નામ કેમનું આવ્યું તે એક સવાલ છે, હું તો લડી રહી છું, પણ જે લોકો 2થી 5 હજારની નોકરી કરે છે તેમને પણ પોલીસ સ્ટેશનમાં લાવીને મુકી દે તો ક્યાં જાય. ઉલ્લેખનીય છે કે આ અગાઉ મોડેલ એશ્રા પટેલે મહિલા સરપંચ જ્યોતિબેનના પતિ અને પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. 24 એપ્રિલે ગ્રામપંચાયત ઘરમાં સાંજે 5 વાગ્યે ગ્રામસભા હતી તેથી તે ત્યાં ગઈ હતી. તેમણે કહ્યું કે જ્યોતિબેન, તેમના પતિ મનોજભાઈ અને પુત્ર અજય સહિતના સભ્યો હાજર હતા. છ ટેન્કર ગામમાં પાણીના હોવા છત્તા એ ન આપવા બાબતે તલાટીને પ્રશ્ન કર્યો હતો. જેથી ટેન્કર બગડ્યા અને અમુક બીજા ગામમાં મોકલ્યાની વાત કરી હતી.

એશ્રાએ ગાંધીજયંતિ આવી રહી છે તો તમે કેમ વિરોધ કરો છો તેવું કહ્યું ત્યારે મનુભાઈ ઉશ્કેરાયા અને તેમણે કહ્યું કે, તું માપમાં રહે જે, નહીં તો તને જોઈ લઈશ. એશ્રાએ કહ્યું કે ગાંધીજીએ દેશ આઝાદ કરાવ્યો છે, તેમનો વિરોધ કેમ? એમ કહેતા મનુભાઈ સોલંકી ગુસ્સે ભરાયા અને તે, તેમના પત્ની જ્યોતિબહેન ઊભા થઈ એશ્રાને મારવા ધસી ગયા, બચાવમાં એશ્રાએ જ્યોતિબેનને હાથથી ધક્કા માર્યા હતા. મનુભાઈ મને નિર્વશ્ત્ર કરવાના ઈરાદે મારી ઓઢણી ખેંચવા લાગ્યા હતા તે વખતે તેમનો પુત્ર અજય પણ ત્યાં ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે તેને ભેગા થઈને મારો. જ્યોતિબેન મને ડાબા હાથ પર નખ મારવા લાગ્યા હતા. કૈલાસબેન નાયક અને બીજા લોકો મને બચાવવા વચ્ચે પડ્યા હતા અને મને છોડાવી હતી. મને સારવાર માટે સંખેડાના સરકારી દવાખાનામાં લઈ જવાઈ હતી.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular