નવજીવન ન્યૂઝ. મુંબઈ: Kangana Ranaut On Trespassers : કંગના રનૌત (Kangana Ranaut) પોતાની એક્ટિંગની સાથે સાથે વિવાદાસ્પદ નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહે છે. કંગના પોતાના સોશિયલ મીડિયા (Social Media) થી પણ ચોંકાવનારા નિવેદન કરતી રહે છે. તાજેતરમાં તેણે એક એવી પોસ્ટ કરી છે, જેના કારણે તે લોકોમાં ચર્ચાનો વિષય બની છે.
કંગનાએ મનાલી સ્થિત પોતાના ઘરની તસવીર અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે. તેમાં તેના ઘરની બહાર લાગેલા એક બોર્ડ પર જે લખાણ લખ્યું છે એને લઈને તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. કારણ કે, કંગનાના એ બોર્ડમાં લખ્યું છે કે, “ઘુસણખોરી પ્રતિબંધિત: ઘુસણખોરી કરનારાઓને ગોળી મારવામાં આવશે અને જો તેઓ બચી જશો તો તેમને ફરીથી ગોળી મારવામાં આવશે.”

લોકોમાં એવી ચર્ચા છે કે, આ લખાણ એ કંગના તરફથી વિરોધીઓને સીધી ધમકી હોઈ શકે. કારણ કે, અગાઉ પણ કંગના કેટલાક રાજકીય નિવેદનોને કારણે કેટલાય લોકો સાથે મતભેદ કરી ચૂકી છે. બોલિવૂડ સહિત રાજકારણના પણ અનેક દિગ્ગજો અને વગદાર લોકો સામે બાથ ભીડી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે, કંગનાએ થોડા સમય પહેલા નામ લીધા વિના બોલિવૂડના એક પ્રખ્યાત દંપતી પર જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલાને લઈને એક સ્ટોરી શેર કરતા કંગનાએ લખ્યું હતું કે, ‘હું જ્યાં પણ જાઉં છું, મને ફોલો કરવામાં આવે છે, મારી જાસૂસી કરવામાં આવી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796