Friday, September 22, 2023
HomeGujaratVadodaraવડોદરાઃ મહાકાય મગર શહેરની લટાર મારવા આવી ગયો, સફળ રેસ્ક્યૂ ઓપરેશન પછી...

વડોદરાઃ મહાકાય મગર શહેરની લટાર મારવા આવી ગયો, સફળ રેસ્ક્યૂ ઓપરેશન પછી સ્થાનિકોને રાહત

- Advertisement -

નવજીવન ન્યૂઝ વડોદરાઃ crocodile rescued in Vadodara: હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ (Unseasonal Rain in Vadodara) પડવાની આગાહી કરવામાં આવી હતી. જોકે આગાહી પ્રમાણે અનેક જિલ્લાઓમાં વરસાદ અને કરા પડ્યા હતા. ત્યારે વડોદરા (Vadodara) માં પણ વરસાદ અને કરા પડવાની ઘટના સામે આવી હતી. વડોદરમાં વરસાદ પડે એટલે રાહદારીઓને ટ્રાફિક કરતાં વધારે મગરોનો (crocodile) ભય રહેતો હોય છે. ત્યારે ગઈકાલે વરસાદ પડ્યા બાદ રસ્તા પર લટાર મારતો મગર જોવા મળ્યો હતો.

વડોદરમાં આવેલી વિશ્વામિત્રી નદીને મગરનું હોમ ટાઉન માનવામાં આવે છે. આ નદીમાં એક હજારથી પણ વધુ મગર વસવાટ કરતાં હોવાનું અમુમાન છે. જ્યારે શહેરમાં વરસાદની સીઝન શરૂ થાય ત્યારે ચોમાસામાં વરસાદનું પાણી નદીમાં ભરાતાં નદીમાં રહેલા મગરો બહાર આવી જતાં હોય છે અને જાહેર માર્ગો ઉપર નજરે પડતાં હોય છે. ગઈકાલે પડેલા કમોસમી વરસાદના કારણે પાદરા તાલુકામાં માર્કેટ રોડ પાસે આવેલી આંબાવાડી નજીકના રસ્તા પર મહાકાય 10 ફુટ લાંબો મગર જોવા મળ્યો હતો.

- Advertisement -

પાદરાના જાહેર રોડ પર મહાકાય મગર લટાર જોવા મળતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. મગર અંગેની જાણ પ્રાણી જીવ રક્ષક સંસ્થાને કરવામાં આવતા મગરને રેસ્ક્યૂ કરવા માટે ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. રાત્રીના સમયે અંધારપટ હોવાના કારણે રેસ્ક્યૂ ટીમ દ્વારા બાઈકની હેડલાઈટ ચાલુ કરીને મગરને રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. રેસ્ક્યૂ ટીમ દ્વારા કલાકોની ભારે જહેમત બાદ મગરનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. મહાકાય મગર પકડાઈ જતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

TAG: Vadodara News, rescue of crocodile in Vadodara

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular