Monday, June 22, 2026
HomeGeneralસોશિયલ મીડિયામાં લાખો ફોલોવર્સ ધરાવતા અમદાવાદના સુરજ ભુવાજીએ યુવતીને ગર્ભવતી કરી, દીકરીનો...

સોશિયલ મીડિયામાં લાખો ફોલોવર્સ ધરાવતા અમદાવાદના સુરજ ભુવાજીએ યુવતીને ગર્ભવતી કરી, દીકરીનો રાજકોટમાં આત્મહત્યાનો પ્રયાસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજકોટ: ગુજરાતમાં ભુવાઓ દ્વારા યુવતીઓનું શોષણ કરતાં હોવાના અનેક કિસ્સા પ્રકાશિતમાં આવ્યા છે. ત્યારે આજે એક કિસ્સો રાજકોટમાં પણ સામે આવ્યો છે. જુનાગઢની યુવતી ભુવાની માયાજાળમાં આવી જતાં તેને હવે જીવન ટૂંકવાનો વારો આવ્યો હતો. જુનાગઢની યુવતીએ રાજકોટમાં ઝેરી દવા પીને મહિલા પોલીસ મથકે પહોંચી હતી.



ઝેરી દવા પીને મહિલા પોલીસ મથકે પહોંચેલી યુવતીએ પોતાની પર આવેલી આપવીત પોલીસકર્મીને જણાવી હતી. પોલીસે યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. ઝેરી દવા પીધા પહેલા યુવતીએ એક સુસાઈડ નોટ લખી હતી. જે હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.

જુનાગઢની યુવતીએ સુસાઈડ નોટમાં જણાવ્યુ છે કે, સુરજભાઈ લાખાભાઇ સોલંકીને ત્યાં અંગત પ્રશ્નના લીધે જોવડાવવા ગઈ હતી ત્યારથી મારે સુરજ સોલંકી જોડે પ્રશ્નલ કોન્ટેક થયો હતો. ત્યારે તેણે મને એવું કહ્યું હતું હું તારી સાથે લગ્ન કરિશ, આવા આધારમાં રાખીને મારી સાથે 10 મહિના સુધી શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન હું પ્રેગ્નેટ બનેલી ત્યાર પછી તેણે દવા આપેલી, છેલ્લા બે મહિનાથી તે મને મૂકીને ચાલીયો ગયો છે. સોશિયલ મીડિયાના ઇનસ્ટાગ્રામ માધ્યમ દ્વારા મને ઘરવાળી બનાવીને દુનિયાની સામે મારા ફોટો વાયરલ કરેલાને અત્યારે મને રોડ ઉપર મૂકેલી છે.



વધુમાં જણાવ્યુ હતું કે, હું એને 25 દિવસ પહેલા મનાવવા અમદાવાદ ગયેલી પણ આશ્રમ રોડના સર્કલ ઉપર ગાડીમાં બેસાડી સંજયભાઈ સોહેલિયાએ માર મરિયો અને ગાડીમાં માંથી ફેકી દીધી, સુરજ સોલંકીનો માણસ ગુંજન જોષી ઇનસ્ટાગ્રામમાંથી લાઈવ થઈને મને બદનામ કરે છે. હવે મારે ક્યાય જીવવા જેવુ રહ્યું નથી, મને આમાથી કોઈ રસ્તો મળતો નથી એટેલ મારી પાસે મારવા સિવાઈ કોઈ રસ્તો નથી મારા મરીયા પછી મને ન્યાય અપાવ જો.

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular