Monday, June 22, 2026
HomeGeneralરશિયા-યુક્રેન વચ્ચે શરૂ થયું યુધ્ધ: કિવ સહિત અનેક શહેરો પર હુમલો, પુતિને...

રશિયા-યુક્રેન વચ્ચે શરૂ થયું યુધ્ધ: કિવ સહિત અનેક શહેરો પર હુમલો, પુતિને કહ્યું વચ્ચે આવનારાઓને પણ પરિણામ ભોગવું પડશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોસ્કો: રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો છે. પુતિને કહ્યું છે કે જો યુક્રેન પીછેહઠ નહીં કરે તો યુદ્ધ થશે. પુતિને યુક્રેનની સેનાને જલદી શસ્ત્રો નીચે મૂકવાની ધમકી આપી છે. જો તેમ નહીં થાય તો યુદ્ધ ટાળી શકાય નહીં. પુતિને વધુમાં કહ્યું કે જો કોઈ અન્ય દેશ મધ્યમાં આવશે તો તેની સામે પણ જવાબી કાર્યવાહી કરવામાં આવશે. રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો છે. પુતિને કહ્યું છે કે જો યુક્રેન પીછેહઠ નહીં કરે તો યુદ્ધ થશે.



રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હુમલાનો આદેશ આપ્યો છે. રશિયન આર્મી ક્રિમિયા થઈને યુક્રેનમાં પ્રવેશ કરી રહી છે. રશિયાએ યુક્રેનની સેનાને ‘શસ્ત્રો નીચે મૂકવા’ કહ્યું છે. સાથે જ સંયુક્ત રાષ્ટ્રએ રશિયાને આ હુમલા રોકવાની અપીલ કરી છે. પુતિને આજે ટીવી પર એક નિવેદનમાં કહ્યું કે મેં સૈન્ય કાર્યવાહીનો નિર્ણય લીધો છે. સાથે જ સામે યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે દરેક હુમલાના જવાબ આપવામાં આવશે.


રશિયાના હુમલા બાદ યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ એક ટ્વીટમાં કહ્યું કે, પુતિને યુક્રેન પર એક મોટી ચઢાઈ શરૂ કરી છે. યુક્રેનના શાંતિપૂર્ણ શહેરો પર હુમલા થઈ રહ્યા છે. યુક્રેન પોતાનો બચાવ કરશે અને જીતશે. વિશ્વ પુતિનને રોકી શકે છે અને રોકવું જોઈએ. પગલાં લેવાનો આ સમય છે.



યુક્રેનનાં ચાર શહેરમાં મિસાઈલ હુમલા થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. યુક્રેનની રાજધાની કિવ પર ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલા કરવામાં આવ્યા છે. કિવ, ખાર્કિવ સહિત 11 શહેર પર એકસાથે હુમલો થયો છે. યુક્રેનના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યા છે. રશિયન હુમલા બાદ યુક્રેનમાં માર્શલ લો લાગુ કરી દેવામાં આવ્યો છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે આ હુમલાથી થનારા મૃત્યુ અને વિનાશ માટે એકલું રશિયા જ જવાબદાર છે. અમેરિકા અને તેના સાથી દેશો સંયુક્ત અને નિર્ણાયક રીતે જવાબ આપશે.

- Advertisement -

પોતાની ઈમર્જન્સી સ્પીચમાં પુતિને કહ્યું હતું કે આ વિવાદ અમારા માટે જીવન અને મૃત્યુનો સવાલ છે. જો કોઈ અન્ય દેશ યુક્રેનને સહયોગ આપશો તો પરિણામ પણ ભોગવવાં પડશે. આ વિવાદ અમારા માટે જીવન અને મૃત્યુનો સવાલ છે. યુક્રેન નિયો-નાઝીને સમર્થન કરી રહ્યું છે, તેથી અમે વિશેષ લશ્કરી ઓપરેશન શરૂ કર્યું છે.



રશિયન સેના ક્રિમિયા થઈને યુક્રેનમાં ઘૂસી રહી છે. જેના પગલે યુક્રેન બોર્ડર પર યુદ્ધની પરિસ્થિતિને કારણે ઘણી એરલાઈન્સે તે વિસ્તારને Do Not Fly zone જાહેર કર્યો છે. કોમર્શિયલ એવિએશને સ્પષ્ટતા કરી છે કે યુક્રેન-રશિયા સરહદ હવે પ્રતિબંધિત જગ્યા છે. ખાર્કિવ સહિત યુક્રેનના ઘણા એરપોર્ટે હવે તમામ ફ્લાઈટ્સ રદ્દ કરી દીધી છે. કિવ એરપોર્ટ હાલમાં વિદેશના ત્રણ વિમાનો છે. જેણે ઉડાન ભરવાની હતી. પરંતુ તેઓ ટેક-ઓફ કરી શક્યા ન હતા. કિવ એરપોર્ટને ખાલી કરાવવામાં આવ્યું છે. ત્યાં હાજર સ્ટાફ અને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે.




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular