નવજીવન ન્યૂઝ. કચ્છ: મુંદ્રા પોર્ટ પર ડ્રગ્સ બાદ હવે લાલ ચંદનની દાણચોરી સામે આવી છે. મુંદ્રા પોર્ટ ઉપર DRI કસ્ટમ વિભાગની સંયુક્ત કાર્યવાહી કરી લાલચંદનની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. પોર્ટના એક કન્ટેનરમાંથી 13 ટન જેટલું લાલ ચંદન મળી આવ્યો છે. આ કન્ટેનર ચીન મોકલાવવાનું હોવાની વિગત સામે આવી રહી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, મુંદ્રા પોર્ટ પર દિલ્હીના નિકાસકારનું કાર્ગો કન્ટેનર આવ્યું હતું. જે ચીનમાં નિકાસ કરવા માટે મોકલવાનું હતું. ગાંધીધામના DRIને આ કન્ટેનર વિશે બાતમી મળી હતી કે દિલ્હીના નિકાસકારે રેલવે મારફતે એક કન્ટેનરમાં લાલ ચંદન મુન્દ્રા પોર્ટ પર લવાઈ રહ્યું છે. બાતમી ના આધારે DRIએ કન્ટેનરની તપાસ કરતાં તેમાંથી 13 ટન જેટલું લાલ ચંદન મળી આવ્યું હતું.
આ કન્ટેનરને માલગાડીમાંથી બંદરમાં લઈ જતી વખતે ટર્મિનલમાં જ લાલ ચંદન ભરેલા કન્ટેનરને ઝડપી પાડવામાં આવ્યું હતું. DRI દ્વારા કરેલી કાર્યવાહીમાં આ કન્ટેનરના નિકાસકાર તરીકે દિલ્લીની એક પેઢીનું નામ સામે આવ્યું છે. આ કન્ટેનરમાં ખોટું મટિરિયલનું લેબલ લગાવીને તેમાં લાલ ચંદનનું નિકાસ કર્યું હતું. આ બાબતે વધુ તપાસ થતાં અનેક મોટા નામ સામે આવવાની સંભાવના સેવાઇ રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












