Sunday, September 13, 2026
HomeGeneralગીર સોમનાથમાં પ્રતિબંધિત વિદેશી સિગરેટનો જથ્થો SOGએ ઝડપ્યો

ગીર સોમનાથમાં પ્રતિબંધિત વિદેશી સિગરેટનો જથ્થો SOGએ ઝડપ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ : Gir Somnath news: ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ, ચરસ, ગાંજા જેવી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ અવાર-નવાર પોલીસના હાથે ઝડપાતી હોય છે. ત્યારે આજે ગીર સોમનાથ SOGની ટીમ દ્વારા પ્રતિબંધિત સિગારેટનો (foreign cigarettes) મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. SOGની ટીમે હરેશકુમાર કેશવલાલ ટોબેકો નામની પેઢીમાં દરોડો કર્યો હતો. જેમાં 50 હજારથી વધુની કિંમતની પ્રતિબંધિત વિદેશી સિગરેટનો જથ્થો મળી આવ્યો હતો. પ્રતિબંધિત વિદેશી સિગરેટ કેસમાં અમદાવાદના (Ahmedabad) વેપારીનું નામ સામે આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

una foreign cigarettes
una foreign cigarettes

પ્રાપ્ત વિગત અનુસાર, ગીર સોમનાથમાં જિલ્લા પોલીસ વડા દ્વારા ‘NO Drugs In Gir Somnath District’ અભીયાન ચાલુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગીરસોમનાથ જિલ્લામાં આવેલા પાનના ગલ્લા અને ટોબેકો પ્રોડક્સના હોલસેલ વિક્રેતા દ્વારા ઈ-સિગરેટ, ઈ-હુક્કા અને હેલ્થ વોર્નિગ વિનાની સિગારેટનું વેચાણ કરવામાં આવતા રીટેઈલર અને હોલસેલ વેચાણ કરતાં વિક્રેતાને શોધીને કાર્યવાહી કરવા માટે સુચનાઓ આપવામાં આવી હતી.

- Advertisement -

આ સુચના અતર્ગત ગીરસોમનાથ SOGના પોલીસ ઈન્સપેક્ટર એ. બી. જાડેજાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન SOGના પોલીસ કોન્સટેબલ કે. જે. પિઠિયા અને એસ. વી. સોલંકીને બાતમીના આધારે ઉના બસ્ટેન્ડ સામે આવેલા હરેશકુમાર કેશવલાલ નામની ટોબેકોની દુકાનમાં રેડ કરતાં હેલ્થ વોર્નિંગ વિનાની વિદેશી સિગારેટ મળી આવી હતી. જેની કુલ કિંમત રૂપિયા 54,700 થાય છે. પોલીસ આ સિગારેટના જથ્થાને જપ્ત કરીને ત્રીભુવન કેશવલાલ ચંદ્રાણીની ધરપકડ કરી હતી. પોલીસએ આરોપીની પુછપરછ કરતાં આ સિગારેટનો જથ્થો અમદાવાદના દિનુ પાસેથી મગાવ્યો હોવાનું જણાવ્યું હતું. પ્રતિબંધિધ સિગારેટ અંગે ત્રીભુવન કેશવલાલ ચંદ્રાણી અને દિનુભાઈ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular