નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કોર્ટમાં કોઈ કેસને લઈ સુનાવણી થાય ત્યારે કોર્ટ કેસની વિગત સંદર્ભે ટિપ્પણી કરે છે. પણ કોર્ટની ટિપ્પણીમાં ન્યાયાધીશનો વ્યક્તિગત અભિપ્રાય કેટલા અંશે યોગ્ય છે, તે અંગે આજે સુપ્રીમ કોર્ટે (Supreme Court) ટિપ્પણી કરી છે. કલકત્તા હાઈકોર્ટે (Calcutta High Court) યૌન ઉત્પીડન કેસમાં આપેલા વ્યક્તિગત અભિપ્રાયને ટાંકીને ચુકાદો આપતા સુપ્રિમ કોર્ટ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કલકત્તા હાઈકોર્ટ દ્વારા સગીર વયના યૌન ઉત્પીડન(POCSO) કેસમાં કરેલી ટીપ્પણીને લઈ સુપ્રિમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કલકત્તા હાઈકોર્ટ દ્વારા યૌન ઉત્પીડન કેસમાં એવી ટીપ્પણી કરવામાં આવી હતી કે, છોકરીઓએ યૌન ઈચ્છા પર નિયંત્રણ રાખવું જોઈએ અને બે મિનિટના આનંદ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ નહીં. સાથે જ કલકત્તા હાઈકોર્ટે છોકરાઓને સલાહ આપતા કહ્યું હતું કે, તેઓએ પણ છોકરીઓની ગરીમાંનું સન્માન કરવું જોઈએ. સેશન્સ કોર્ટ દ્વારા POCSO કેસમાં આરોપીને 20 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો, જેને આરોપીએ કલકત્તા હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કલકત્તા હાઈકોર્ટે કરેલી યૌન ઉત્પીડન કેસની સુનાવણીમાં આરોપીને દોષમુક્ત કર્યો હતો.
કલકત્તા હાઈકોર્ટે આરોપીને જેલમુક્ત કરતાં સગીરાએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી દરમિયાન સપ્રિમ કોર્ટની બેંચ દ્વારા કહેવામાં આવ્યું કે, કલકત્તા હાઈકોર્ટે કરેલી ટીપ્પણી વાંધાજનક અને બિનજરૂરી છે. કોર્ટે કોઈપણ નિર્ણય લેતા સમયે વ્યક્તિગત અભિપ્રાય આપવો જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, હાઈકોર્ટ તરફથી કરાયેલી ટિપ્પણીઓ બંધારણની કલમ 21 હેઠળ કિશોરોના અધિકારોનું ઉલ્લંઘન છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








