નવજીવન ન્યૂઝ.બનાસકાંઠાઃ વડગામના વરનાડા ખાતે કાર્યક્રમમાં આવેલા ભાજપ નેતા અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માનું વિવાદીત નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમાં જ્યાં ભાજપે 156 બેઠકો જીતી છે ત્યાં ઘણી બેઠકો પર કમળ ખીલી શક્યું નથી. જોકે તેનો મતલબ ભાજપના નેતાએ રાષ્ટ્ર સાથે ગદ્દારી કર્યા જેવો કાઢ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે. વડગામની બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું નથી પણ અહીં કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણી જીતીને ધારાસભ્ય બન્યા છે. જોકે આ જીત મામલે જગદીશ વિશ્વકર્માનું કહેવું છે કે વડગામની બેઠક ન જીતાડી તમે રાષ્ટ્ર જોડે ગદ્દારી કરી છે.
વડગામના વરનાડામાં એક કાર્યક્રમ દરમિયાન હાજરી આપવા આવેલા રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસને મત આપનારા અને ભાજપને નહીં જીતાડનારા લોકોએ રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી હોવાના મતલબનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વડગામની બેઠક નહીં જીતાડી એનો રંજ છે. બેઠક નહીં જીતાડીને તમે રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે. જે પણ વડગામની બેઠકમાં હાર માટે જવાબદાર હોય તેમણે રાષ્ટ્ર જોડે ગદ્દારી કરી છે. મારા સ્વાગતમાં ફુલહારનું આડંબર કરવા કરતાં બેઠક જીતાડી દીધી હોત તો વધારે ખુશી થતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








