Friday, April 17, 2026
HomeGujaratRajkotદેવાયત ખવડના રિમાન્ડ મંજૂર, બચાવમાં વકીલે આવી કરી હતી દલીલ: રાજકોટ

દેવાયત ખવડના રિમાન્ડ મંજૂર, બચાવમાં વકીલે આવી કરી હતી દલીલ: રાજકોટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં 11 દિવસ પહેલા મયુરસિંહ રાણા પર હુમલાના આરોપમાં દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થયો હતો. દેવાયત ખવડ(Devayat Khavad)ગતરોજ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ રજૂ થતા તેને એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે આજરોજ આરોપી દેવાયત ખવડને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. કોર્ટ સમક્ષ પોલીસે આરોપીની રિમાન્ડ માટે માગણી કરતા કોર્ટે પોલીસની દલીલોને ધ્યાને રાખી દેવાયત ખવડને સોમવાર સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

રાજકોટમાં ડાયરા કલાકાર દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર હુમલો કર્યાના કથિત સીસીટીવી ફૂટેજ સામે આવતા ચકચાર મચી હતી. આ મામલે 10 દિવસ સુધી પોલીસ પકડથી દૂર રહેલા દેવાયત ખવડે ગતરોજ અચાનક જ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ સરેન્ડર કર્યું હતુ. બાદમાં આજરોજ રાજકોટ એ ડિવિઝન પોલીસે દેવાયત ખવડને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવા માટે માગણી કરી હતી. પોલીસની રિમાન્ડની માગણી ગ્રાહ્ય રાખતા કોર્ટે સોમાવારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

- Advertisement -

પોલીસને દેવાયત ખવડના રિમાન્ડ મળતા હવે પોલીસ આગળની તપાસ શરૂ કરશે. ઉપરાંત ફરાર થઈ 10 દિવસ સુધી ક્યાં હતો અને કોને આશ્રય આપ્યો હતો આ દિશામાં પણ પોલીસ તપાસ કરશે. સાથે જ આ ઘટનાને અંજામ આપવાના કારણ અને પુરાવા મેળવવા માટે પણ તજવીજ હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે, દેવાયત ખવડના વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરતા દલીલ કરી હતી કે, આ અંગત દુશ્મનીનો મામલે છે. પોલીસે આ મામલે આઈપીસી કલમ 307 હેઠળ ગુનો નોંધ્યો છે. આ ફરિયાદ સંપૂર્ણ ખોટી છે. તદ્ઉરાંત તેમણે દલીલમાં કહ્યું હતું કે, CCTVના આધારે ફરિયાદ કરવામાં આવી છે પરંતુ આ ફરિયાદમાં કોઈ વ્યક્તિનો ચહેરો નથી દેખાતો. કોઈક હુમલો કરે છે તેવું દેખાય છે પણ તેઓ પગ પર મારી રહ્યા છે માથાના ભાગમાં કોઈ મારી નથી રહ્યું. માટે કલમ 307 જેવી ગંભીર કલમનો ઉમેરો થઈ શકે નહીં.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular