નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં સુરત પોલીસ અને GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. 3 નવેમ્બરના રોજ પાડવામાં આવેલા આ દરોડામાં 200 કરોડથી વધારે રૂપિયાનું GST કૌભાંડ પોલીસ દ્વારા પકડવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન પોલીસ દ્વારા 12 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને આ કૌભાંડનો મુખ્ય આરોપી મુર્શિદ આલમ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતો. જેની હવે સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
3 નવેમ્બરના રોજ સુરત પોલીસ દ્વારા ઓપરેશન GST અંતર્ગત ગુજરાતના 6 મુખ્ય શહેરોમાં દરોડા કરી 200 કરોડ રૂપિયાના GST કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું હતું. જ્યાં પોલીસ તપાસમાં 33 નકલી કંપનીઓ ઉભી કરી ખોટા બિલ બનાવી 1200 કરોડ જેટલું ટર્ન ઓવર બતાવી કરોડોનું GST ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવ્યું હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે 12 જેટલા લોકોની ઘરપકડ બાદ સુરત પોલીસે વધુ 25 જગ્યાએ દરોડા કર્યા હતા. જેમાં 23 જગ્યાએ ખોટા પુરાવાઓ આપી નકલી પેઢી ઉભી કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે જે સરનામા ઉપર કંપનીઓ રજિસ્ટર્ડ હતી તેમાંથી 7 જગ્યાએ તો રેસિડેન્સી અને 5 જગ્યાએ ટેલર અને હેર કટિંગની દુકાનો હતી. આ નકલી કંપનીઓમાં પોલીસને જાણવા મળ્યું છે કે, આ કંપનીઓએ અત્યાર સુધી 3000 કરોડ જોટલું ટર્નઓવર કર્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં 600 કરોડથી વધારે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવ્યો હોવાનું સામે આવ્યું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








