Tuesday, May 26, 2026
HomeGujaratRajkotગધેડીએ બચ્ચાને જન્મ આપતા વધામણાનો પ્રસંગ ઉજવાયો, કારણ શું હતું જાણો…

ગધેડીએ બચ્ચાને જન્મ આપતા વધામણાનો પ્રસંગ ઉજવાયો, કારણ શું હતું જાણો…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News : સ્ત્રીને ગર્ભ રહે એટલે આપણે ખુશખશાલ થઈ શ્રીમંત પ્રસંગનું આયોજન કરીએ છીએ. પરંતુ આપણને કોઈ કહે કે ગધેડીને(Donkey) ગર્ભ રહેતા તેનો શ્રીમંત પ્રસંગ યોજવામાં આવ્યો તો આપણને વાત ગળે ઉતરે નહીં. પણ આ ગળે ન ઉતરે તેવી વાત ખરેખર બની છે અને એટલું જ નહીં ગધેડીએ બચ્ચાને જન્મ (Donkey’s foal birth)આપતા તેની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ વાંચી આવું શા માટે, ક્યાં અને કોણે કર્યું? તેવા સવાલ સ્વાભાવિક રીતે આપના મનમાં પેદા થયા હશે.

વાત છે રાજકોટના જેતપુર (Jetpur) તાલુકાના કોલકી ગામ ખાતેની આ ઘટના છે. જેમાં હાલારી ગધેડાની વિલુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે હાલારી ગધેડા સંરક્ષણ સમિતિ સંસ્થાએ બીડું ઝડપ્યું છે. આ સંસ્થાને ખબર પડી કે હાલારી પ્રજાતિના ગધેડાની સંખ્યા માત્ર 400 જેટલી જ બચી છે ત્યારે તેઓ તેના સંવર્ધન માટે આગળ આવ્યા છે. તેમણે આ બાબતે લોકોમાં જાગૃતી આવે માટે ગત ફેબ્રુઆરી માસમાં તેમણે સૌ પ્રથમ વખત 33 હાલારી ગધેડીનો શ્રીમંત પ્રસંગ યોજ્યો હતો. અને હવે ગધેડીએ બચ્ચા (ખોલકું)ને જન્મ આપતા બાળકના વધામણા કરીએ તેમ બચ્ચાની વધામણીનો પ્રસંગ યોજ્યો હતો.

- Advertisement -

હાલારી ગધેડીના સંવર્ધન બાબતે જાગૃતિ માટે કરેલા આ અનોખા પ્રયોગને અભૂતપૂર્વ સફળતા મળી હતી. કારણ કે, આ કાર્યક્રમની જાણકારી મળતા કુતૂહલવશ આસપાસના ગ્રામજનો પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અને હાલારી ગધેડાના સંવર્ધન બાબતે ઘણી માહિતીઓ મેળવી જાગૃત થયા હતા. હાલારી ગધેડાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જહેમત ઉઠાવતી ટીમને લોકોએ ખુબ શુભેચ્છાઓ પાઠવી તેમના કાર્યને બીરદાવ્યું હતું.

ધામધૂમથી ગધેડીના બચ્ચાના જન્મની વધામણીનો પ્રસંગ ઉજવાયો હતો. જેમાં નવજાત બચ્ચાને વિધિવત રીતે કુમકુમ તિલક અને ચૂંદડી ઓઢાડવામાં આવી હતી. આ પ્રસંગમાં મોટી સંખ્યામાં હાજર લોકોને વિલુપ્ત થતી હાલારી ગધેડાની પ્રજાતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ગધેડીના દૂધને બ્યુટી પ્રોડક્ટ માટે ખુબ મહત્વ આપવામાં આવે છે જેના કારણે તેના ભાવપણ ખુબ ઉંચા હોય છે. ગધેડીના દૂધના ભાવની વાત કરીએ તો રૂપિયા 180 લિટરના ભાવે તેનું દૂધ વેચવામાં આવે છે. હાલારી ગધેડાની ઘટતી સંખ્યાને કારણે ચિંતિત થવું અને સંવર્ધનમાં ધ્યાન આપવું ખુબ જરૂરી છે અન્યથા આ પ્રજાતિ લૂપ્ત થતા વખત નહીં લાગે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular