નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gujarat Ex Ministers VVIP security withdrawn: ભુપેન્દ્ર પટેલની (Bhupendra Patel) પહેલી ટર્મમાં મંત્રી રહેલા કેટલાક પૂર્વ મંત્રીઓની સલામતી (former Ministers Security) પાછી ખેંચવામાં આવી છે. રાજ્યના ગૃહવિભાગ (Home Ministry of Gujarat) દ્વારા મળતી વી.વી.આઈ.પી.ની સુરક્ષા પરત ખેંચવામાં આવી છે. રાજ્ય સરકારની (Gujarat Government) સમીક્ષા બેઠક બાદ 24 પૂર્વ મંત્રીઓની સુરક્ષા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ભુપેન્દ્ર પટેલ સરકારના 14 પૂર્વ ધારાસભ્ય અને વિજય રૂપાણી (Vijay Rupani) સરકારના 10 મંત્રીઓની સુરક્ષા હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા મળતી સલામતી સમિક્ષાના અંતે સુરાક્ષા પરત ખેંચી લેવામાં આવી છે. આ નિર્ણયના કારણે પૂર્વ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને દંડક ગનમેન રાખી શકશે નથી, સાથે જ 67 પોલીસ અને એસ.આર.પી.એફ.ને હથિયાર જમા કરાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. પૂર્વ મંત્રી મનિષા વકીલ, પુર્ણેશ મોદી, જીતુ ચૌધરી, સહિતના MLA પાસે હાલમાં 4-4 સલામતી રક્ષકો છે કુલ 30 વી.વી.આઈ.પી.માં 24 પૈકી 13 હાલમાં ધારાસભ્ય છે.
કોની-કોની VVIP સુરક્ષા પાછી ખેંચાઈ : Which former minister’s VVIP security withdrawn
- જીતુ વાઘાણી
- પૂર્ણેશ મોદી
- રાજેન્દ્ર ત્રિવેદી
- અર્જુનસિંહ ચૌહાણ
- પ્રદિપ પરમાર
- બ્રિજેશ મેરજા
- ગજેન્દ્રસિંહ પરમાર
- વિનોદ મોરડીયા
- દેવા માલમ
- આર સી ફળદુ
- કૌશિક પટેલ
- સૌરભ પટેલ
- જયદ્રથસિંહ પરમાર
- ઈશ્વરસિંહ પટેલ
- જીતુ ચૌધરી
- મનિષા વકીલ
- નિમિષા સુથાર
- કિર્તીસિંહ વાઘેલા
- વાસણ આહિર
- વિભાવરી દવે
- રમણ પાટકર
- ધર્મેન્દ્રસિંહ જાડેજા
- યોગેશ પટેલ
- વલ્લભ કાકડિયા
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








