નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Crime News: અમદાવાદ ટ્રાફીક પોલીસ (Ahmedabad Traffic Police) અનેક વાર વિવાદમાં આવતી હોય છે. પરંતું આ વખતે અમદાવાદ પોલીસની (Ahmedabad Police) કામગીરીના કારણે મોટી ઘટના બનતા ટળી છે. ટ્રાફીક પોલીસ દ્વારા ગઈકાલે સીટીએમ પાસેથી શંકાસ્પદ કારને અટકાવવા આવતા તેમાંથી હથિયાર મળી આવ્યા હતા. જોકે હથિયાર અંગે આરોપીની પોલીસ તપાસમાં અનેક મોટા ખુલાસા થયા છે. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં (Ahmedabad Crime Branch) ગુનો દાખલ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં પૂર્વ ટ્રાફીક પોલીસ દ્વારા સી.ટી.એમ. ચાર રસ્તા પાસે આવેલા સી.ટી.એમ. બીટવાળા ટ્રાફીક પોઈન્ટ પર ટ્રાફીક શાખાના હેડ કોન્સટેબલ અનિલકુમાર કનૈયાલાલ, પોલીસ કોન્સટેબલ ચન્દ્રકાંત રાજવીરસિંહ અને ભરતભાઈ ભલાભાઈ ગઈકાલે બપોરના 1 વાગ્યે ફરજ પર હતા. દરમિયાન એક શંકાસ્પદ મહારાષ્ટ્ર પાસીંગની કારને રોકતા તેમાં બેસેલા બે વ્યક્તિ પોલીસને જોઈને ભાગી ગયા હતા. જ્યારે કારને ચલાવનારો મોહમંદ ઈમરાન મૂળ ઉત્તરપ્રદેશનાને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે કારની તલાસી લેતા તેમાંથી 1 પીસ્તોલ, 2 દેશી હાથ બનાવટના તમંચા અને 13 જીવતા કારતુસ મળી આવ્યા હતા. પોલીસે હથિયાર અંગે પુછપરછ કરતાં ભાગી જનાર વ્યક્તિઓ સાથે કોઈક જગ્યાએ લૂંટ કરવા જવાના હોવાનું સામે આવ્યું હતું.
DCP સફિન હસને કેસની ગંભીરતા સમજી ક્રાઈમ બ્રાન્ચને કહ્યું
ટ્રાફીક પોલીસ પૂર્વના નાયબ પોલીસ કમિશનર સફીન હસને કેસની ગંભીરતા દાખવી સમગ્ર બનાવ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણ કરી હતી. જાણ થતા જ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર એ.ડી. પરમારની ટીમ દ્વારા સમગ્ર કેસની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઘટના સ્થળે જઈને કુલ રૂપિયા 3,69,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પકડાયેલા આરોપી મોહમંદ ઈમરાની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, તેની સાથે નદિમખાન ગફારખાન શેખ અને સોહેલ શેખ આ ગાડીને રોકી ત્યારે પોલીસને જોઈને નાસી ગયા હતા. જ્યારે અમદાવાદના રહેવાસી સમીર ધ્રાંગધ્રા અને તેનો ભાઈ અકિલખાન પઠાણ કુલ પાંચે આરોપી હથિયારો સાથે ધ્રાંગધ્રામાં આવેલા રાજકમલ ચોક ખાતેના પી.એમ. આંગડીયા પેઢીમાં ધાડ પાડવાનો પ્લાન બનાવ્યો હતો.
અમદાવાદની અનેક આંગડીયા પેઢીની રેકી કરી
આરોપીઓ આંગડીયા પેઢીમાં ધાડ પાડવા માટે અગાઉ પંદર દિવસ પહેલા ધ્રાગંધ્રામાં જઈને પેઢીની ઓફીસ પર જઈને રેકી કરી આવ્યા હતા. આંગડીયા પેઢીને લૂંટવા માટે હથિયારો અને માણસો લઈને આવવાનું સમીરે જણાવ્યું હતું. જેથી નદીમ અને સોહેલને કારમાં સાથે લઈને નિકળેલા હતા. આ સિવાય આરોપીઓએ અમદાવાદના સરખેજમાં અને અન્ય વિસ્તારના આંગડીયા પેઢીઓની રેકી કરી હતી. ઉપરાંત દહેજ ખાતેથી નીકળેલા કોપર જેવી કિંમતી ધાતુ ભરેલા ટ્રકની રેકી કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તમામ આરોપીઓ સામે IPC કલમ 399,120(બી) અને આમ્સ્ર એક્ટ કલમ 25(1)(બી-એ), જી.પી. એક્ટ 135(1) મુજબ ગુનો દાખલ કર્યો છે.
આરોપીઓ વચ્ચે જેલમાં મિત્રતા થઈ
આરોપીઓ કિંમતી માલ મત્તા મળી આવે તેવા જ આંગડીયા પેઢી અને કિંમતી માલ સામાન ભરેલા વાહનને ટાર્ગેટ કરીને તેની અગાઉ રેકી કરીને જરૂરી માણસો અને વાહનોની વ્યવસ્થા કરી લૂંટ ચલાવવાનની પધ્ધતી અપનાવે છે. ઉત્તરપ્રદેશનો આરોપી મોહમંદ ઈમરાન અને સરખેજમાં રેતો સમીર ધ્રાંગધ્રા વર્ષ 2017-18માં અમદાવાદ સેન્ટ્રલ જેલમાં સાથે હતા તે દરમિયાન બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી. જેલમાંથી છુટ્યા બાદ બન્નેએ ભેગા થઈ મોટા ગુનાને અંજામ આપવાનું નક્કી કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, શહેરમાં જે કામ ATS, SOG કે ક્રાઈમ બ્રાન્ચ કરે તેવું કામ ગઈકાલે અમદાવાદ ટ્રાફીક પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. મોટા ભાગે કોઈ ગુનો બની જાય તે બાદ આરોપીને પકડી પાડવામાં આવતા હોય છે. જ્યારે ટ્રાફીક પોલીસ દ્વારા ધાડ પાડવા જઈ રહેલા આરોપી ગુનાને અંજામ આપે તે પહેલા જ જેલ હવાલે કર્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








